‘તમામ આરોપો ખોટા…!’જેકલીનની વધી મુશ્કેલી..તો ખખડાવ્યો હાઇકોર્ટનો દરવાજો
મહાઠગ સુકેશ ચંદ્રશેખરને લઇને અભિનેત્રી જેકલીન હંમેશા ચર્ચાંમાં રહે છે ત્યારે ફરી એકવાર જેકલીન ચર્ચામાં છે. 200 કરોડના મની લોન્ડરિંગ મામલે અભિનેત્રીએ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ખરેખર જેકલીને ઇડી તરફથી કરવામાં આવેલી એફઆઇઆર અને સપ્લીમેન્ટ્રી ચાર્જશીટને રદ્દ કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છેકે અભિનેત્રીનું નામ કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરથી જોડાયેલ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ મામલામાં નામ સામે આવ્યું હતું તેમજ બન્ને વચ્ચેના સંબંધોને લઇને પણ ચર્ચામાં હતા.
જેકલીને પોતાની અરજીમાં દલીલ કરી હતી કે તેના પર લાગેલા તમામ આરોપો ખોટા છે. એમ પણ કહ્યું કે તેને માત્ર સુકેશ જ નહીં પરંતુ અદિતિ સિંહે પણ દગો આપ્યો હતો. તમને જણાવી દઈએ કે અદિતિ સિંહ પણ આ કેસ સાથે સંબંધિત તપાસમાં સામેલ છે.
અરજીમાં લખ્યું- તમામ આરોપો ખોટા છે
વધુમાં, અરજીમાં જણાવ્યું છે કે અરજદાર સુકેશ ચંદ્રશેખરના એક ખરાબ ટારગેટેડ હુમલાની નિર્દોષ શિકાર છે. કથિત રીતે મેળવેલી સંપત્તિના લોન્ડરિંગમાં તેની કોઈ સંડોવણી અથવા સહાયતા હોવાના કોઈ સંકેત નથી.
આ તપાસ 2021માં થઈ હતી
અરજીમાં આ મુદ્દાઓ મૂક્યા બાદ કહેવામાં આવ્યું હતું કે આથી જેકલીન સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકાય નહીં. તમને જણાવી દઈએ કે આ મામલામાં જેકલીનની ઓગસ્ટ 2021માં ED દ્વારા ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી. અભિનેત્રી આ કેસની તપાસમાં પૂછપરછ માટે ઘણી વખત ED સમક્ષ હાજર થઈ હતી. આ કેસમાં જેકલીન ઉપરાંત નોરા ફતેહીનું નામ પણ સામેલ હતું.