January 10, 2025

બોર્ડર બનાવનાર જે.પી. દત્તા લાવી રહ્યા છે જોરદાર વેબ સીરિઝ

અમદાવાદ: બોર્ડર,એલઓસી કાર્ગિલ જેવી યુદ્ધ ફિલ્મો બનાવીને જાણીતા થનાર જે.પી. દત્તા તાજેતરમાં ફરી ચર્ચામાં આવ્યા છે. પહેલા બોર્ડર 2ને લઈને તેઓ ચર્ચામાં છે ત્યારે હવે તેમની ડિઝિટલ દુનિયામાં ડેબ્યૂ કરવાની ચર્ચા ચાલી રહી છે. મોટા પડદા પર સીમાઓનું યુદ્ધો બતાવ્યા બાદ હવે દત્તા ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

એક રિપોર્ટ અનુસાર, ઓટીટી પ્લેટફોર્મ પર જે.પી. દત્તા એક મિલિટ્રી ડ્રામા લઈને આવી રહ્યા છે. આ વેબ સીરિઝ રિયલ લાઈફ વોરની ઘટનાઓ પર બેસ્ડ હશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ સીરિઝ માટે સ્ક્રિપ્ટ ફાઈનલ કરી દેવામાં આવી છે. સીરિઝમાં દેશભક્તિ અને વિરતી દેખાડવામાં આવશે.

આ પણ વાંચો: 12 વર્ષથી નાના બાળકને વિમાનમાં મળશે સીટ, DGCAની નવી જાહેરાત

ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર આવવાની સંભાવના
આ સીરિઝને જે.પી. દત્તાની દિકરી નિધી દત્તા પ્રોડ્યુસ કરશે. તેમણે આ સીરિઝ બનાવવાની જવાબદારી સંભાળી છે. આ ઉપરાંત જે.પી.દત્તાએ પણ એક સીરિઝને ડાયરેક્ટ કરવાની વાત કરી છે. હાલ તેઓ ઘુડચઢી નામના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. ડિઝ્ની પ્લસ હોટસ્ટાર આ પ્રોજેક્ટને લઈને ખુબ જ ઉત્સાહિત છે. પ્લેટફોર્મની માંગ છે કે આ સીરિઝની શૂટિંગ જલ્દીથી જલ્દી કરવામાં આવે.

બોર્ડર 2 પર કામ ચાલુ
ફિલ્મ બોર્ડરના બીજા ભાગ માટે જે.પી.દત્તા લાંબા સમયથી કામ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર આ પ્રોજેક્ટ પર આ વર્ષે જ રીલિઝ થઈ શકે છે, પરંતુ તેને લઈને હાલ અપડેટ ખુબ જ ઓછી આવી રહી છે. બોર્ડર 2માં 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધના હિરોઝની સ્ટોરી પર ફોક્સ કરવામાં આવશે. સની દેઓલે આ ફિલ્મને સાઈન કરીને હતી. જે બાદ ફિલ્મની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એ બાદ ફિલ્મને લઈને અનેક અફવાઓ પણ વહેતી થઈ હતી. જેના પર જે.પી દત્તાની પુત્રીએ કહ્યું કે, માત્ર આધિકારિક નિવેદન પર જ ધ્યાન આપો.