December 20, 2024

VIDEO: ઓટો રિક્ષામાં બેસીને Shreyas Iyer અને Pat Cummins એ કરી મસ્તી

IPL 2024 Final: આઈપીએલ 2024ની ફાઈનલ મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે છે. આ પહેલા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં KKRના કેપ્ટન શ્રેયસ અય્યર અને SRHના કેપ્ટન પેટ કમિન્સ ઓટોમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને કેપ્ટન  મજાક કરી રહ્યા છે.

વીડિયો આવ્યો સામે
આઈપીએલ 2024ની આખરી મેચનું આજે આયોજન થવાનું છે. જેમાં કોલકાતાની ટીમ અને હૈદરાબાદની ટીમ વચ્ચે મુકાબલો થવાનો છે. આ મેચ પહેલા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને ટીમના કેપ્ટન ઓટો રિક્ષામાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો એકદમ ફની છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શ્રેયસ અય્યર અને પેટ કમિન્સ ઓટો રાઈડ કરી રહ્યા છે. ઐયર ઓટો ડ્રાઈવર છે અને પેટ કમિન્સ પેસેન્જર બનીને બેઠા છે. આ સમય દરમિયાન અય્યર ઓટોમાં બેસવા માટે કમિન્સ પાસેથી પૈસા પણ માંગે છે. અય્યરનું કહેવું છે કે ઇનામ 20 કરોડ રૂપિયાનું છે. આ જોઈને કમિન્સ હસતા હોય છે. જે વીડિયોમાં જોઈ શકાય છે.

આ પણ વાંચો: વરસાદને કારણે IPL 2024 Final Match રદ્દ થાય તો કોણ વિજેતા બનશે?

ટ્રોફી સાથે પોઝ આપ્યા
આ પછી વીડિયોમાં ખેલાડીઓ કહેતા જોવા મળ્યા કે તેઓ ચેપોક બીચ પર જઈ રહ્યા છે. કમિન્સે કહ્યું કે અહિંયા ખુબ ગરમ અનુભવી રહ્યો છે. આ બાદ તેમનું શ્રેયસ અય્યર અને હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ બંનેનું ફોટોશૂટ તેવું જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે બંનેએ બોટમાં બેસીને દરિયા કિનારે IPL ટ્રોફી સાથે પોઝ આપ્યા હતા. કમિન્સ આઈપીએલમાં પહેલી વખત કેપ્ટનશીપ કરી રહ્યો છે અને અય્યર બીજી વખત કેપ્ટનશીપ કરી રહ્યો છે.