November 22, 2024

સુરત સિવિલ હોસ્પિટલમાં 15 દિવસમાં 50 થી વધુ નળની થઈ ચોરી

Surat Crime: સુરત સિવિલ હોસ્પિટલમાંથી ચોરીની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે સુરત સિવિલ હોસ્પિટલમાંથી 15 દિવસમાં 50 થી વધુ નળની ચોરી થઈ છે. નવી સિવિલ બિલ્ડીંગમાંથી ગ્રાઉન્ડ થી 6 માળ સુધીના નળની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. સતત થઈ રહેલી ચોરીના કારણે સિવિલ હોસ્પિટલ સિક્યુરિટીને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે.

આ પણ વાંચો: IPL 2025 આ દિવસે શરૂ થશે, BCCIએ આગામી ત્રણ સિઝનની તારીખો કરી જાહેર

સિક્યુરિટીને લઈ અનેક સવાલો
તમે ઘરમાં ચોરી થવાના કિસ્સા સાંભળ્યા હશે. પરંતુ સુરત સિવિલ હોસ્પિટલમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલ સિક્યુરિટીને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર માટે આવતા હોય છે. ખાસ કરીને રાત્રીના સમયે ચોરીની ઘટના બનતી હોય છે પરંતુ સુરત સિવિલમાં તો દિવસ દરમિયાન પાણીના નળની ચોરી થઈ રહી છે.