RCB માટે IPL ટ્રોફી જીતવી અશક્ય! જાણો ભૂતપૂર્વ કેપ્ટને કેમ આવું કહ્યું…
અમદાવાદ: ગઈ કાલે IPL 2024ની 10મી મેચ હતી જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું. RCBની હાર થયા બાદ ભૂતપૂર્વ કેપ્ટને એક નિવેદન આપ્યું છે.
ક્વોટા પણ પૂરો
RCBના બોલરોએ KKR સામે ઘણા રન બનાવ્યા હતા. એમ છતાં મોહમ્મદ સિરાજ ચાર ઓવરનો ક્વોટા પણ પૂરો કરી શક્યો ન હતો. તેણે 3 ઓવરમાં 46 રન બનાવ્યા હતા. અલ્ઝારી જોસેફે 2 ઓવરમાં 34 રન બનાવ્યા હતા. પરંતુ ગઈ કાલની મેચમાં વિરાટ કોહલીએ પોતાની બેટિંગથી ધૂમ મચાવી દીધી હતી. વિરાટે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. દિનેશ કાર્તિકે છેલ્લી ઓવરોમાં 8 બોલમાં 20 રન બનાવ્યા હતા.
ભૂતપૂર્વ કેપ્ટને ટ્વીટ કર્યું
KKR સામે RCBની હાર બાદ માઈકલ વોને ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું કે RCB માટે IPL ટ્રોફી જીતવી અશક્ય છે.” ચિન્નાસ્વામીના મેદાનમાં કોલકાતાના બેટ્સમેનોએ આરસીબીના બોલરોને જોરદાર ફટકાર્યા હતા.
Impossible for @RCBTweets to win the IPL with this bowling attack .. #OnOn #IPL2024live
— Michael Vaughan (@MichaelVaughan) March 29, 2024
સિક્સરનો રેકોર્ડ
IPLમાં કોઈપણ એક ટીમ માટે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના નામે નોંધાયેલો છે. આ પહેલા આ રેકોર્ડ પૂર્વ આરસીબી ઓપનર ક્રિસ ગેલના નામે હતો. ગેલે RCB માટે 85 મેચ રમી અને આ દરમિયાન તેણે 239 સિક્સર ફટકારી હતી. જો કે વિરાટ કોહલીએ 240 મેચમાં 240 સિક્સર ફટકારી છે. ગેઈલ હવે બીજા સ્થાને પહોંચી ગયો છે. ત્રીજા નંબર પર એબી ડી વિલિયર્સનું નામ છે, જેમણે RCB માટે 156 મેચમાં 238 સિક્સર ફટકારી હતી.
પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર
IPLની 17મી સીઝનની 10મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. જેમાં ગઈ કાલની મેચમાં RCB હારને કારણે મોટું નુકસાન થયું છે. 3 મેચમાં 1 જીત થતાં તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. 2 મેચમાં 2 જીત સાથે KKRનો નેટ રન રેટ 1.047 છે અને તેના પોઈન્ટ હવે 4 પર સ્થાન પર પહોંચી ગયું છે. પ્રથમ સ્થાજા સ્થાને રાજસ્થાન રોયલ્સ છે જેમણે પોતાની પહેલી 2 મેચ શાનદાર જીતી છે.