યુનિફોર્મ સિવિલ કોડ પર આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન
Isudan Gadhvi: યુનિફોર્મ સિવિલ કોડ પર ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મોટું નિવેદન આપ્યું છે. ઈસુદાન ગઢવી કહ્યું કે પરંપરાગત સંસ્કૃતિ પર યુનિફોર્મ સિવિલ કોડ એક તરાપ સમાન કાયદો છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, આદિવાસી સમાજ અને માલધારી સમાજની સંસ્કૃતિ વિરુદ્ધ યુસીસીનો કાયદો છે.જો ગુજરાતમાં યુસીસી લાગુ થશે તો ભાજપમાં આદિવાસીની 27 સીટો પર ઘુસી પણ નહીં શકે.
આ પણ વાંચો: ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં લાગુ થશે UCC, 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી
ઈસુદાન ગઢવીએ શું કહ્યું
ઈસાઈ, શીખ, મુસ્લિમ માટે પણ આ UCCનો કાયદો અડચણરૂપ થવાનો છે. ભાજપને કહેવા માંગીશ કે દરેક વસ્તુને હિંદુ મુસ્લિમ કરીને કે વોટ બેન્કની દ્રષ્ટિએ જોવી યોગ્ય નથી. આદિવાસી સમાજ, માલધારી સમાજ સહિત તમામ સમાજની સંસ્કૃતિ બચાવવા માટે આમ આદમી પાર્ટી યુસીસીનો વિરોધ કરશે.