January 16, 2025

જો તમે હજુ પણ નહીં સમજો તો અમે જાણીએ છીએ કે કેવી રીતે સમજાવવું: PM નેતન્યાહૂ

Israeli Pm Netanyahu’s Warning: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વના દેશોમાં ચિંતાનું વાતાવરણ છે. તાજેતરમાં, લેબનોનમાં એક સાથે 3000 પેજર્સ અને ડઝનેક વોકી-ટોકી બ્લાસ્ટ થયા પછી, હિઝબુલ્લાના ચીફે ઇઝરાયેલ પર રોકેટ હુમલાનો દાવો કર્યો હતો. આ દરમિયાન, ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ રવિવારે(22 સપ્ટેમ્બર 2024) હિઝબુલ્લાહને ચેતવણી આપી છે.

ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે તેલ અવીવ(ઇઝરાયેલનું એક શહેર)એ તાજેતરના દિવસોમાં લેબનોનમાં સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહ પર એવા હુમલા કર્યા છે. જે તે કલ્પના પણ ન કરી શકે. રોઇટર્સના અહેવાલ મુજબ નેતન્યાહૂએ કહ્યું, “જો હિઝબુલ્લાહ આ મેસેજને નથી સમજી શક્યા, તો હું તમને વચન આપું છું સમજાવી દેશે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે તેણે શનિવારે (21 સપ્ટેમ્બર 2024) લગભગ 290 લક્ષ્યો પર હુમલો કર્યો, જેમાં હજારો હિઝબોલ્લા રોકેટ લોન્ચર બેરલનો સમાવેશ થાય છે. IDF એ કહ્યું કે તે ઈરાન સમર્થિત હિલચાલના લક્ષ્યો પર પ્રહાર કરવાનું ચાલુ રાખશે.

આ પહેલા 20 સપ્ટેમ્બરના રોજ ઈઝરાયેલે દાવો કર્યો હતો કે હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારી ઈબ્રાહિમ અકીલ બેરૂત પરના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. હિઝબુલ્લાહે કહ્યું કે તેના વરિષ્ઠ નેતા ઇબ્રાહિમ અકીલ અને અન્ય કમાન્ડર અહેમદ વહબી સહિત 16 સભ્યો ઇઝરાયેલ સાથે લગભગ એક વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં માર્યા ગયા હતા.

આ અઠવાડિયાની શરૂઆતમાં લેબનોનમાં હુમલાઓ વધ્યા હતા. હિઝબુલ્લાના સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતા પેજર્સ અને વોકી-ટોકીઝ વિસ્ફોટ થયા, જેના માટે હિઝબુલ્લાએ ઇઝરાયેલને દોષી ઠેરવ્યું. માનવામાં આવી રહ્યું છે કે આ હુમલાઓમાં મૃતકોની સંખ્યા વધીને 39 થઈ ગઈ છે અને 3,000થી વધુ લોકો ઘાયલ થયા છે.