November 6, 2024

ઈઝરાયલના અધિકારીએ ભૂલ સ્વીકારી રાજીનામું આપ્યું

અમદાવાદ: 7 ઓક્ટોમ્બરના થયેલા હમાસના હુમલામા ઈન્ટેલિજન્સની નાકામીની જવાબદારી લેતા IDFના સેન્ય ઈન્ટેલિજન્સ ડાયરેક્ટરના ચીફ મેજર જનરલ અહરોન હલીવાએ રાજીનામું આપી દીધું છે. ઈઝરાયલ મીડિયા અનુસાર સોમવારે અહરોન હલીવાએ હમાસના હુમલાને રોકવામાં નાકામયાબ થવાની જવાબદારી લેવા બાદ આ નિર્ણય લેવામાં આવ્યા છે. ઈઝરાયલની સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, સેન્ય પ્રમુખએ હલીવાની રાજીનામાની અરજીને સ્વીકારી લીધી છે. તેમની સેવા માટે તેમનો આભાર માનવામાં આવે છે. હવે IDFને તેમનો રિપલેસ્ટમેન્ટ જલ્દી જ શોધવો પડશે, કારણ કે દેશ પહેલાથી જ ખતરનાક યુદ્ધની વચ્ચે જઝુમી રહ્યો છે.

અન્ય અધિકારીઓ પણ આપી શકે છે રાજીનામું
IDFના ડાયરેક્ટરના રાજીનામા બાદ બીજા સુરક્ષા અધિકારીઓ પણ પોતાની ભૂલ સ્વીકારીને રાજીનામા આપી શકે છે. 7 ઓક્ટોમ્બરના થયેલા હુમલામાં બાદ પોતાની ભૂલ સ્વીકારીને રાજીમાનું આપનાર હલીવા પહેલા અધિકારી છે.

આ પણ વાંચો: ‘કલ્કિ 2898 AD’નો નાનું ટીઝર રીલિઝ, અમિતાભ દેખાયા અલગ અંદાજમાં

હમાસ હુમલો
7 ઓક્ટોબરના રોજ, હમાસના લડવૈયાઓ ગાઝાને અડીને આવેલા ઇઝરાયેલના કબજા હેઠળના પેલેસ્ટિનિયન વિસ્તારમાં પ્રવેશ્યા હતા. આ હુમલા બાદ હમાસના લડવૈયાઓ અને ઈઝરાયેલી સેના વચ્ચેના સંઘર્ષમાં લગભગ 1200 લોકો માર્યા ગયા હતા. આ સિવાય લગભગ 250 લોકોને હમાસના લડવૈયાઓએ બંધક બનાવીને તેમની સાથે ગાઝા લઈ ગયા હતા. હમાસ અને ઈઝરાયેલ વચ્ચેની ડીલ બાદ કેટલાક બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ ડઝનબંધ બંધકો હજુ પણ હમાસની કેદમાં છે, તેમને મુક્ત કરાવવાના પ્રયાસો ચાલુ છે.

હુમલા બાદ IDFની કાર્યવાહી
7 ઓક્ટોબરના હુમલા બાદ ઈઝરાયેલે ગાઝામાં જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. પરિણામે, આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં લગભગ 35 હજાર લોકો માર્યા ગયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.