July 1, 2024

ઈઝરાયલી સેનાની બર્બરતા, ફિલિસ્તાનીને જીપ બાંધી…. Video થયો વાયરલ

GAZA: ગાઝામાં ઈઝરાયલના નરસંહાર વચ્ચે ઈઝરાયલની સેનાની બર્બરતાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે ઇઝરાયલી આર્મી દળોએ પશ્ચિમ કાંઠાના શહેર જેનિનમાં ધરપકડ કરવા માટે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સૈન્ય એક ઘાયલ પેલેસ્ટિનિયનને લશ્કરી જીપમાં બાંધીને ફરતો જોવા મળ્યો હતો.

21 જૂન શનિવારના રોજ પેલેસ્ટાઈનના જેનિન શહેરમાંથી ઈઝરાયલ આર્મીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ઘાયલ વ્યક્તિને આર્મીના વાહનના બોનેટ પર બાંધવામાં આવ્યો છે. વીડિયોમાં ઈઝરાયલની સેનાનું એક વાહન બે એમ્બ્યુલન્સ વચ્ચેથી પસાર થતું જોવા મળે છે. તે વ્યક્તિની ઓળખ પેલેસ્ટાઈનના રહેવાસી મુજાહિદ આઝમી તરીકે થઈ છે. વાયરલ થઈ રહેલા વીડિયોની ખરાઈ કરવામાં આવી છે.

એમ્બ્યુલન્સની માંગણી પર તેમને જીપ સાથે બાંધીને લઈ જવામાં આવ્યા હતા.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી પ્રસારિત થઈ રહ્યો છે, જેની મદદથી રિપોર્ટરે ઘટનાને જોનાર વ્યક્તિનો ઈન્ટરવ્યુ લીધો, જેનાથી સ્થળ અને દિવસની પુષ્ટિ થઈ. આઝમીના પરિવારનો પણ ઈન્ટરવ્યુ કરવામાં આવ્યો હતો જેમાં તેના પરિવારે જણાવ્યું હતું કે ધરપકડના દરોડા દરમિયાન આઝમી ઘાયલ થયો હતો, ત્યારબાદ જ્યારે તેના પરિવારે આર્મી પાસેથી એમ્બ્યુલન્સ મંગાવી તો તેઓએ તેને ઉપાડ્યો અને કારના બોનેટ પર બાંધીને ત્યાં લઈ ગયા.

આ પણ વાંચો: TRP ગેમઝોન મામલે વધુ 3 અધિકારીઓની ધરપકડ, કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગશે

IDFએ નિવેદન આપતા કહ્યું- તપાસ કરવામાં આવશે
આ ઘટના પર ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)નું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ કહ્યું કે ઈઝરાયલની સેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને તરફથી ગોળીબાર થયો હતો. જેમાં આ વ્યક્તિ ઘાયલ થયો હતો. જે બાદ તેને પકડી લેવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે આ પછી સૈનિકોએ સૈન્ય પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું અને સૈન્ય દળોનું વર્તન ઈઝરાયલની સેનાના મૂલ્યો અનુસાર નથી. IDF એ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. આઝમી વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આતંકવાદી જૂથોની શોધમાં ઇઝરાયેલી સૈન્યના દરોડા પેલેસ્ટિનિયન ગામોમાં યહૂદી વસાહતીઓ પરના હુમલાઓ અને પેલેસ્ટિનિયન શેરીઓ પરના જીવલેણ હુમલાઓએ પશ્ચિમ કાંઠે હિંસા વધારી છે જે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પહેલાં પણ અસ્તિત્વમાં હતી. પરંતુ હવે તે વધુ વધી રહી છે.