January 16, 2025

ઈઝરાયલે ફરી ગાઝા પર તબાહી મચાવી, હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 30 લોકોના મોત

Israel: ઈઝરાયલ ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે. પેલેસ્ટિનિયન તબીબી અધિકારીઓએ દાવો કર્યો છે કે ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. તેમણે કહ્યું કે મંગળવારના હુમલામાં ગાઝા પટ્ટીમાં ચાર બાળકો અને બે મહિલાઓ સહિત 10 લોકો માર્યા ગયા હતા. જ્યારે સોમવારે મોડી રાત્રે થયેલા હુમલામાં બીત લાહિયા શહેરમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

હોસ્પિટલના ડાયરેક્ટર હુસમ અબુ સફિયાએ જણાવ્યું કે સોમવારે ઇઝરાયલે બીત લાહિયા શહેરમાં આવેલી ઇમારત પર હુમલો કર્યો. જેમાં ઘણા પરિવારો આશરો લઇ રહ્યા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયની ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા મૃતકોની યાદીમાં આઠ મહિલાઓ અને છ બાળકોનો સમાવેશ થાય છે.

ઈઝરાયલ ઉત્તરી ગાઝાને નિશાન બનાવી રહ્યું છે
આ મામલે ઈઝરાયલની સેના તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઈઝરાયલ લગભગ એક મહિનાથી ઉત્તરી ગાઝાને મોટા પાયે નિશાન બનાવી રહ્યું છે અને તેણે બીટ લાહિયા, નજીકના શહેર બીટ હુનાન અને શહેરી જબાલિયા શરણાર્થી કેમ્પને સંપૂર્ણ ખાલી કરવાની ચેતવણી આપી છે. તેણે છેલ્લા મહિનાથી લગભગ કોઈ માનવતાવાદી સહાય પહોંચાડવાની મંજૂરી આપી નથી.

ઉત્તરી ગાઝા પર ઈઝરાયલનો હવાઈ હુમલો
ઉત્તરી ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. નજીકની હોસ્પિટલના ડિરેક્ટર હુસામ અબુ સફિયાએ જણાવ્યું હતું કે સોમવારે બીત લાહિયા શહેરમાં એક બિલ્ડિંગ પર હુમલો થયો હતો જેમાં ઘણા પરિવારો આશરો લઈ રહ્યા હતા.

આ પણ વાંચો: ‘આતંકવાદીઓની મદદ કરી તો…’, જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મોનજ સિન્હાએ આપ્યું મોટું નિવેદન

શરણાર્થી શિબિર ખાલી કરવાનો આદેશ
ઈઝરાયલ લગભગ એક મહિનાથી ઉત્તરી ગાઝાને વ્યાપક રીતે નિશાન બનાવી રહ્યું છે. બીટ લાહિયા, નજીકના શહેર બીટ હુનાન અને શહેરી જબાલિયા શરણાર્થી શિબિરને સંપૂર્ણ ખાલી કરવાનો આદેશ આપી રહ્યો છે અને છેલ્લા એક મહિનાથી લગભગ કોઈ માનવીય સહાય પહોંચાડવાની મંજૂરી નથી.