January 17, 2025

ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા! ઇઝરાયલે 5મી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ યુદ્ધમાં ખડક્યા

Israel Attack on Hezbollah Video: ઇઝરાયલે લેબનોનના દક્ષિણમાં હિઝબુલ્લાહના સ્થાનો પર હવાઈ હુમલા કર્યા છે. ઇઝરાયેલે લગભગ 100 ફાઇટર જેટ સાથે મળીને હિઝબુલ્લાહના સ્થાનો પર રોકેટ છોડ્યા હતા. લગભગ 40 ઠેકાણાઓને તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઈઝરાયેલી સેનાના ફાઈટર જેટ આકાશમાં જોઈ શકાય છે. તેઓ આકાશમાં ફાઈટર જેટને ઈંધણ ભરતા પણ જોઈ શકાય છે.

આ પછી તેઓ હિઝબુલ્લાના સ્થાનો પર હુમલો કરતા પણ જોવા મળ્યા હતા. હુમલાનો વીડિયો ઈઝરાયેલની સેનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર શેર કર્યો છે. ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાના ઠેકાણાઓને નષ્ટ કરવા માટે 5મી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ એફ-35નો ઉપયોગ કર્યો હતો, જે હવામાં રિફ્યુઅલ કરવામાં આવ્યું હતું.