November 23, 2024

ઇઝરાયલે હમાસના લેબનોન બ્રાન્ચનો કમાન્ડર ફતેહ શરીફ ઠાર માર્યો

Israel Attack On Fateh Sherif: લેબેનોનમાં ઈઝરાયેલના હવાઈ હુમલા ચાલુ છે. આ હુમલાઓમાં ઈઝરાયેલે હમાસની લેબનોન બ્રાન્ચના કમાન્ડર ફતેહ શરીફને ઠાર માર્યો છે. ઈઝરાયેલની વાયુસેનાએ આ વાતની જાણકારી આપી છે. ઇઝરાયેલી સંરક્ષણ દળો (IDF) એ સોમવારે (30 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે તેણે હમાસની લેબનોન શાખાના વડા ફતાહ શરીફને ઠાર માર્યો છે.

IDFએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું છે કે વહેલી સવારે ચોક્કસઈપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. શરીફ આજે દક્ષિણ લેબનીઝ ટાયર શહેરમાં અલ-બાસ શરણાર્થી શિબિર પર હવાઈ હુમલામાં તેની પત્ની અને બાળકો સાથે ઠાર મારવામાં આવ્યો છે. લેબનોનમાં આતંકવાદી પ્રવૃતિઓના સંકલન પર દેખરેખ રાખતા શરીફ ન માત્ર હમાસમાં મુખ્ય વ્યક્તિ હતો, પરંતુ તેમણે હમાસને હિઝબુલ્લાહના ઓપરેટિવ્સ સાથે જોડવામાં પણ ભૂમિકા ભજવી હતી.

‘જોખમ ઊભી કરનારાઓને ખતમ કરી દેવાશે’
નિવેદન મુજબ, IDF અને ISA એવા કોઈપણ વ્યક્તિ સામે કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે જે ઇઝરાયલી નાગરિકો માટે ખતરો ઉભો કરે છે. ઈઝરાયેલનું માનવું છે કે શરીફની પ્રવૃત્તિઓ ભરતી પ્રક્રિયાથી લઈને શસ્ત્રો મેળવવા સુધી ફેલાયેલી હતી. IDFએ અહેવાલ આપ્યો હતો કે શરીફે UNRWA (યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી) ના સભ્ય તરીકે બેવડી ભૂમિકા ભજવી હતી, જ્યાં તેણે લેબનોનમાં UNRWA શિક્ષક સંઘના વડા તરીકે પણ સેવા આપી હતી, .