Israel-Iran War: Air Indiaનો મોટો નિર્ણય, તેલ-અવીવની તમામ ફ્લાઈટ્સ 30 એપ્રિલ સુધી બંધ
Air India Israel Flight Suspend: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને જોતા ભારતીય એરલાઈન કંપની એર ઈન્ડિયાએ 30 એપ્રિલ સુધી તેલ અવીવ માટે તેની તમામ ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. એર ઇન્ડિયાએ એક પોસ્ટમાં કહ્યું કે, મધ્ય પૂર્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે 30 એપ્રિલ, 2024 સુધી તેલ અવીવ આવતી અને જતી ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમે અમારા પેસેન્જરોને સહાય પૂરી પાડી રહ્યા છીએ જેમણે પહેલાથી જ તેલ અવીવ માટે અને ત્યાંથી ફ્લાઇટ્સ બુક કરાવી છે. કંપનીએ કહ્યું કે ગ્રાહકો અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
Air India suspends flights to and from Tel Aviv until April 30 amid escalating tensions in Middle East
Read @ANI Story | https://t.co/9PVdl9KK27#AirIndia #TelAviv #MiddleEast #Flights pic.twitter.com/gMPd5IgtPH
— ANI Digital (@ani_digital) April 19, 2024
વિદેશ મંત્રાલયે એડવાઈઝરી પણ જારી કરી છે
આ પહેલા વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઈઝરી પણ જારી કરી હતી. વિદેશ મંત્રાલયે ભારતીયોને આગામી સૂચના સુધી ઈરાન અને ઈઝરાયેલની યાત્રા ન કરવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે એવા તમામ ભારતીયોને પણ વિનંતી કરી છે જેઓ હાલમાં ઈરાન અને ઈઝરાયેલમાં રહે છે. મંત્રાલયે કહ્યું છે કે આ દેશોમાં રહેતા ભારતીયોએ તાત્કાલિક દૂતાવાસનો સંપર્ક કરવો જોઈએ અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. મંત્રાલયે વિનંતી કરી છે કે તેઓ તેમની સલામતી અંગે સાવચેત રહે અને તેમની પ્રવૃત્તિઓ મર્યાદિત સંખ્યામાં લોકો સાથે શેર કરે. આ સિવાય ભારતે હાલમાં પોતાના કામદારોને ઈઝરાયેલ મોકલવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. એપ્રિલ-મેમાં છ હજાર બાંધકામ કામદારોને ઈઝરાયેલ મોકલવાની યોજના હતી.
ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈઝરાયેલે શુક્રવારે ઈરાન પર મિસાઈલથી હુમલો કર્યો હતો. અમેરિકન મીડિયાએ ટોચના અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. ઈરાનના એરપોર્ટ પર જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. બીજી બાજુ ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ પણ દાવો કર્યો છે કે ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ પર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. જો કે વિસ્ફોટનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. નોંધનીય છે કે ઈરાનના ઘણા પરમાણુ મથકો ઈસ્ફહાન પ્રાંતમાં સ્થિત છે, જેમાંથી ઈરાનમાં યુરેનિયમ સંવર્ધનનું મુખ્ય કેન્દ્ર પણ અહીં સ્થિત છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના એરસ્પેસમાં ઘણી ફ્લાઈટ્સના રૂટ બદલવામાં આવ્યા છે.
હાલમાં જ ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરવાની વાત કહી હતી
તાજેતરમાં ઈરાને ઈઝરાયેલ પર 300 થી વધુ મિસાઈલો અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. જો કે, આ મિસાઇલો અને ડ્રોન ઇઝરાયેલના એર ડિફેન્સમાં પ્રવેશ કરી શક્યા ન હતા. વાસ્તવમાં દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ પર હુમલો થયો હતો. આ હુમલામાં ઈરાનની સેનાના બે ટોચના કમાન્ડર સહિત સાત લોકો માર્યા ગયા હતા. ઈરાને આ હુમલા માટે ઈઝરાયેલ પર આરોપ લગાવ્યો હતો. આ હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો. હુમલા બાદ ઈરાને ચેતવણી આપી હતી કે જો ઈઝરાયેલ તેમના પર હુમલો કરશે તો તેઓ વધુ તાકાતથી જવાબ આપશે.