December 31, 2024

યુદ્ધવિરામ પછી પણ ન માન્યું ઈઝરાયલ! બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ કર્યા તબાહ

Israel: યુદ્ધવિરામની જાહેરાત થયાના થોડા સમય બાદ ઈઝરાયલે બેરૂતમાં જોરદાર હુમલો કર્યો. IDF એ હિઝબુલ્લાહના ઘણા લક્ષ્યોને નષ્ટ કર્યા. હુમલાના થોડા સમય પહેલા ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ઈઝરાયેલના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. તેણે તેને એક સારા સમાચાર ગણાવ્યા.

બાઈડને કહ્યું કે ઈઝરાયલ અને હિઝબુલ્લાહ યુદ્ધવિરામ ડીલ માટે સંમત થયા છે. પરંતુ તેમના નિવેદનના થોડા સમય બાદ જ બેરૂતમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. ઈઝરાયલના હવાઈ હુમલાથી લેબનીઝ રાજધાની હચમચી ગઈ. ઈઝરાયલે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી પરંતુ તેનો ઉદ્દેશ્ય અમલમાં આવે તે પહેલા હિઝબુલ્લાહ પર હુમલો કરવાનું ચાલુ રાખવાનો છે. ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ બુધવારે સ્થાનિક સમય મુજબ સવારે 4 વાગ્યાથી અમલમાં આવી શકે છે. નેતન્યાહુએ કહ્યું કે તેઓ લેબનોન સાથે સમજૂતી કરવા માટે તૈયાર છે, પરંતુ જો હિઝબુલ્લાહ કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન કરશે તો તે સખત જવાબ આપશે.

આ પણ વાંચો: સરદારધામના ઉપપ્રમુખ પર હુમલો કરનારા PI સસ્પેન્ડ, DGPની સૂચનાથી કાર્યવાહી

ઈધરાયલના પીએમએ કહ્યું કે તેઓ હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામનો પ્રસ્તાવ તેમની કેબિનેટને મંજૂરી માટે મોકલશે. જોકે, આ યુદ્ધવિરામ કેટલો સમય ચાલશે તે તેમણે જણાવ્યું નથી. નેતન્યાહુએ કહ્યું કે જો હિઝબુલ્લાહ યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરશે તો અમે હુમલો કરીશું. જો કે, આ સમજૂતી ગાઝામાં હમાસ વિરુદ્ધ ઇઝરાયેલના યુદ્ધને અસર કરશે નહીં.