January 14, 2025

છેલ્લા 48 કલાકમાં ઈઝરાયલે કરી 300 સ્ટ્રાઈક, સીરિયાના એરફોર્સ અને એરડિફેન્સ તબાહ

Israel: ઈઝરાયલ સીરિયામાં તખ્તાપલટ બાદ ફેલાયેલી અરાજકતાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. અસદની સેનાએ મેદાન છોડી દીધું છે અને હાલમાં સીરિયાની સુરક્ષા માટે કોઈ સરકાર કે સેના હાજર નથી. બળવાખોરોના કબજા પછી ઈઝરાયલે ગોલાન હાઇટ્સને અડીને આવેલા સીરિયન વિસ્તાર પર પોતાનો કબજો વધારવાનું શરૂ કર્યું છે.

ઈઝરાયલે છેલ્લા 48 કલાકમાં સીરિયા પર લગભગ 300 હવાઈ હુમલા કર્યા છે. જેના કારણે સીરિયન એરફોર્સ અને એર ડિફેન્સ નેટવર્ક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે, આ હુમલાઓમાં લગભગ તમામ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને એર ડિફેન્સ સિસ્ટમ્સ નષ્ટ થઈ ગઈ છે.

ઈઝરાયલે સોમવારે સીરિયન શસ્ત્રોને નિશાન બનાવ્યા હતા કે તેને ડર છે કે બશર અલ-અસદના શાસનના પતન પછી ઉગ્રવાદીઓના હાથમાં આવી શકે છે. બે સીરિયન સુરક્ષા સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે ઈઝરાયલી વિમાનોએ ડઝનેક હેલિકોપ્ટર અને જેટ સહિત ઓછામાં ઓછા ત્રણ મુખ્ય સીરિયન આર્મી એર ટાર્ગેટ પર બોમ્બમારો કર્યો હતો. અસદને સત્તા પરથી હટાવ્યા પછી એર બેઝ પર આ સૌથી મોટા હુમલા છે.

આ પણ વાંચો: સીરિયાની જમીન પર ઈઝરાયલનો દાવો, નેતન્યાહુએ કહ્યું- હંમેશા અમારું રહેશે ગોલાન હાઈટ્સ