ઈઝરાયલની ગાઝાની સ્કુલ પર એર સ્ટ્રાઈક, 7 બાળકો સહિત 30 લોકોના મોત
ઈઝરાયલ: શનિવારે મધ્ય ગાઝામાં એક શાળાને નિશાન બનાવીને ઇઝરાયેલી હવાઈ હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા. વિસ્થાપિત પેલેસ્ટિનિયનોએ આ શાળામાં આશરો લીધો હતો. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે પેલેસ્ટિનિયન વાટાઘાટકારો યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવા આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓને મળવાની તૈયારી કરી રહ્યા હતા.
ઈઝરાયલના હુમલામાં દેર અલ-બાલાહની એક શાળામાં આશ્રય લઈ રહેલા ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને અલ અક્સા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. મૃતકોમાં સાત બાળકો અને સાત મહિલાઓ પણ સામેલ છે.
ઇઝરાયલી સેનાના દાવાને ફગાવી દીધો
ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેણે હમાસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવ્યું. જેનો ઉપયોગ હથિયારોનો સંગ્રહ કરવા અને હુમલાની યોજના બનાવવા માટે કરવામાં આવતો હતો. હમાસે એક નિવેદનમાં ઇઝરાયલ આર્મીના આ દાવાને ફગાવી દીધો હતો.
આ પણ વાંચો: જલદી જ સુનીતા વિલિયમ્સ ફરશે પરત! બસ હવે જોવી પડશે આટલી રાહ
યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવા માટે આજે ઈટાલીમાં બેઠક
ગાઝામાં નાગરિક સુરક્ષા કર્મચારીઓએ જણાવ્યું હતું કે હજારો લોકો એક શાળામાં આશ્રય લઈ રહ્યા છે. જ્યાં એક હોસ્પિટલ પણ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શનિવારે અન્ય હુમલાઓમાં પણ 12 લોકો માર્યા ગયા હતા. યુ.એસ., ઇજિપ્ત, કતાર અને ઇઝરાયેલના અધિકારીઓ યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવા માટે આજે ઇટાલીમાં બેઠક કરશે.
વિસ્તાર ખાલી કરવાનો આદેશ
ઈઝરાયેલની સૈન્યએ શનિવારે ખાન યુનિસ પર આયોજિત હુમલા પહેલા ગાઝામાં નિયુક્ત માનવતાવાદી ક્ષેત્રના એક ભાગને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. ઈઝરાયેલ દ્વારા આ આદેશ તે વિસ્તારમાંથી રોકેટ હુમલાના જવાબમાં આપવામાં આવ્યો હતો.