USની મોટી જાહેરાત, પહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં ભારતને મદદ કરશે

Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમર્થન મળી રહ્યું છે. આ અંગે અમેરિકાએ એક મોટી જાહેરાત કરી છે. અમેરિકાએ કહ્યું છે કે તે પહલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં ભારતને મદદ કરશે. ટ્રમ્પ વહીવટીતંત્રમાં નેશનલ ઇન્ટેલિજન્સ (DNI)ના ડિરેક્ટર તુલસી ગબાર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે આ ભયાનક હુમલાની સખત નિંદા કરી અને ભારતના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.

તુલસી ગબાર્ડે તેના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું, “પહલગામમાં 26 હિન્દુઓને નિશાન બનાવીને મારી નાખવામાં આવેલા આ ભયાનક ઇસ્લામિક આતંકવાદી હુમલા બાદ અમે ભારત સાથે એકતામાં ઉભા છીએ.” મારી પ્રાર્થના અને ઊંડી સંવેદના એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. અમે તમારી સાથે છીએ અને આ જઘન્ય હુમલા માટે જવાબદાર લોકોને ન્યાય અપાવવામાં તમને સમર્થન આપીશું.”