December 23, 2024

આ અભિનેત્રી હાર્દિક પંડ્યા પર છે ફિદા, ખુલ્લેઆમ કહી આ વાત

Hardik Pandya: હાર્દિક પંડ્યાએ જુલાઈમાં તેની પૂર્વ પત્ની નતાશા સાથે છૂટાછેડા લીધા હતા. હવે બોલિવૂડની એક અભિનેત્રીએ તેને પોતાનો ક્રશ ગણાવ્યો છે. કહ્યું કે તે પંડ્યાને ખૂબ પસંદ કરે છે. છૂટાછેડાના એક મહિનામાં આ ત્રીજી વખત આ અભિનેત્રી સાથે જોડાયું છે.

ડેટિંગના સમાચાર આવ્યા
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ જુલાઈમાં જ તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લીધા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન દરમિયાન અનન્યા પાંડે સાથેના તેમના સંબંધોની ચર્ચાએ જોર પક્ડયું હતું. આ પહેલા જાસ્મીન વાલિયાને લઈને ડેટિંગના સમાચાર આવ્યા હતા. ત્યારે હવે બોલિવૂડ એક્ટ્રેસ ઈશિતા રાજે પંડ્યાને પોતાનો ક્રશ ગણાવ્યો છે. તે પંડ્યાને ખૂબ પસંદ કરી રહી છે. અભિનેત્રીના આ નિવેદન બાદ હાર્દિક ચર્ચામાં આવ્યો છે.

આ પણ વાંચો: રિંકુ સિંહે UP T20 લીગમાં ધમાલ મચાવી

કોણ છે ઈશિતા રાજ?
ઈશિતા હાર્દિક કરતા 4 વર્ષ મોટી છે. ઈશિતાની ઉંમર 34 વર્ષની છે પંડ્યા 30 વર્ષનો છે. તે દિલ્હીની છે અને તેણે અભ્યાસ ઈંગ્લેન્ડમાં કર્યો છે. ઈશિતાએ વર્ષ 2011માં ફિલ્મ પ્યાર કા પંચનામાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. સોનુ કે ટીટુ કી સ્વીટી જેવી પ્રખ્યાત ફિલ્મોમાં કામ કર્યું. તેણે અત્યાર સુધી 9 ફિલ્મો કરી છે.