December 23, 2024

Ishan Kishan: 22 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર ઈશાન કિશનનો આજે જન્મદિવસ

Happy Birthday Ishan Kishan: લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા યુવા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનનો આજે 26મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ઈશાને માત્ર 22 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને તે ત્યારથી તે ત્રણેય ફોર્મેટમાં રમ્યો છે. વર્ષ 2016ની આઈપીએલ સીઝનમાં ઝારખંડના યુવા વિકેટકીપરની પ્રતિભા જોઈને દરેક ક્રિકેટ ચાહકો જોતા રહી ગયા હતા.ધોનીની જેમ આ ખેલાડી પણ વિકેટકીપર બેટ્સમેન હતો. તે થોડા જ સમયમાં મોટા ભાગના લોકોનો ફેવરિટ બની ગયો હતો.

ટીકાઓનો સામનો કરવો પડ્યો
છેલ્લા 6 મહિનામાં ક્રિકેટ ખેલાડી તરીકે ઈશાનને ઘણી ટીકાઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તે ઓપનર તરીકે તે ટીમ માટે એકલા હાથે મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું હતું. જે બાદ વર્ષ 2021માં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પંતની ગેરહાજરીમાં ટીમમાં મુખ્ય વિકેટકીપર બેટ્સમેન તરીકે રમવાની તક મળી, જેમાં તે વર્ષ 2023માં રમાયેલી ODI વર્લ્ડ કપ ટીમનો પણ ભાગ હતો. ઇશાન કિશન અત્યાર સુધીનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં બેવડી સદીના રૂપમાં પોતાની પ્રથમ સદી ફટકારવામાં સફળ રહ્યો છે.

આ પણ વાંચો: Team India Captain: શું શ્રીલંકા પ્રવાસ માટે કેપ્ટનને લઈને નથી થઈ રહી કોઈ સંમતિ?

ઈશાન કિશનની ઈન્ટરનેશનલ કરિયર 
ઈશાન કિશનના ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેણે 2 ટેસ્ટ, 27 ODI અને 32 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે T20માં, જ્યાં ઇશાને 25.68ની એવરેજથી 796 રન બનાવ્યા છે. 27 ODI મેચોમાં ઇશાને 42.41ની એવરેજથી 933 રન બનાવ્યા છે. 2 ટેસ્ટ મેચમાં ઈશાને 78ની એવરેજથી 78 રન બનાવ્યા છે અને એક અડધી સદી ફટકારી છે.105 મેચ રમ્યા બાદ તેણે અત્યાર સુધીમાં 28.43ની એવરેજથી 2644 રન બનાવ્યા છે.