December 23, 2024

દુલીપ ટ્રોફીમાંથી બહાર થયા બાદ ઈશાન કિશનની પ્રથમ પ્રતિક્રિયા

ishan kishan: ઈશાન કિશન હવે દુલીપ ટ્રોફીનો ભાગ નથી. આ સમાચાર મળતાની સાથે કિશનના ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી હતી. એક બાજૂ ટીમ ઈન્ડિયાની ઘણા દિગ્ગજ ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાના છે. જેમાં શ્રેયસ અય્યર, દેવદત્ત પડિકલ, સરફરાઝ ખાન, યશસ્વી જયસ્વાલ અને પંત જેવા ખેલાડીનો સમાવેશ થાય છે. દુલીપ ટ્રોફી શરૂ થવાને કલાકો બાકી હતી તે પહેલા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ઈશાન કિશનની જગ્યાએ સંજુ સેમસનને સ્થાન આપવામાં આવ્યું છે.

ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી કરી શેર
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ઇશાન માટે દુલીપ ટ્રોફીમાં પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કરવાની મોટી તક હતી. પરંતુ તેની ઈજાના કારણે તેનું કામ ચોક્ક્સ બગડી ગયું છે. ઈશાને એક સ્ટોરી શેર કરી હતી. જેમાં તેણે જીમની દિવાલ પર લખેલા મોટિવેશનલ ક્વોટ પર ફોનના કેમેરાને ઝૂમ કરીને સ્ટોરી લગાવી હતી. સ્ટોરી જોઈને એવું લાગી રહ્યું હતું કે તે દુલીપ ટ્રોફી માટે ફિટ થવા માટે સતત મહેનત કરી રહ્યો છે.

આ પણ વાંચો: Paralympics 2024: યોગેશ કથુનિયાનો કમાલ, ભારતના નામે સિલ્વર મેડલ

આજથી શરૂ થશે દુલીપ ટ્રોફી
દુલીપ ટ્રોફી 2024 આજથી શરૂ થવાની છે. ટુર્નામેન્ટમાં કુલ 4 ટીમ ભાગ લેશે. આ વખતે દુલીપ ટ્રોફી અલગ ફોર્મેટમાં રમવામાં આવશે. ટીમ Aની કેપ્ટનશીપ શુભમન ગીલને, ટીમ B ની કેપ્ટનશીપ અભિમન્યુ ઇશ્વરને, ટીમ C ની કપ્તાની રૂતુરાજ ગાયકવાડને અને ટીમ D ની કેપ્ટનશીપ શ્રેયસ ઐયરને સોંપવામાં આવી છે.