December 21, 2024

શું પાકિસ્તાન ઈરાન સાથે યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે?

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ભારે તણાવ જોવા મળી રહ્યો છે. બંને દેશોએ એકબીજાની સરહદનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા છે. આ વચ્ચે પાકિસ્તાને એક બેઠક કરી હતી. આ બેઠકને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે. આ બેઠકમાં પાકિસ્તાનના કાર્યપાલક વડાપ્રધાન, કેબિનેટ પ્રધાનો અને સશસ્ત્ર દળોના વડાઓઓ વચ્ચે બેઠકનું આયોજન થયું છે.

મોટા માથા રહ્યા હાજર
એક માહિતી અનુસાર રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC)ની આ બેઠકની અધ્યક્ષતા કાર્યકારી વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકરે કરી હતી. ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓની સાથે કેબિનેટ પ્રધાનો પણ હાજર રહ્યા હતા. સુત્રોએ આપેલી માહિતી અનુસાર પાકિસ્તાની સશસ્ત્ર દળોના વળતા હુમલા વિશે જાણકારી આપી હતી. પાકિસ્તાનના મંત્રી પ્રધાન જલીલ અબ્બાસ જિલાની અને તેમના ઈરાની સમકક્ષ હુસૈન અમીર અબ્દુલ્લાહિયાએ ટેલિફોન પર વાત કરવામાં આવી હતી. વાતચીત દરમિયાન, બંને ‘પરસ્પર વિશ્વાસ અને સહકાર’ની ભાવના અને સુરક્ષા મુદ્દાઓ પર નજીકના સહકારની જરૂરિયાત પર સંમત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલનો માહોલ જોઈને કહી શકાય કે આગામી દિવસોમાં આતંકવાદી ગતિવિધિઓને લઈને બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. અહિંયા એ વાત પણ સત્ય છે કે ઈરાન વારંવાર સરહદ પારના આતંકવાદના મુદ્દા ઉઠાવે છે અને સમયાંતરે પગલાં પણ લે છે.

આ પણ વાચો: જેલમાં બંધ ઈમરાન ખાન બધાને ચોંકાવી દેશે, ચૂંટણી પહેલા પ્લાન C તૈયાર

પાકિસ્તાનનો વળતો હુમલો
ઈરાનની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને વળતો જવાબ આપ્યો હતો. સ્થાનિક મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદીના સ્થળ પર હુમલો કર્યો છે. જોકે આ હુમલો કયારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. સ્થાનિક મીડિયાએ આપેલી માહિતી અનુસાર ઈરાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલો કરાયો છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA), બલૂચિસ્તાન લિબરેશન ફોર્સ (BLF) જેવા બલૂચ અલગતાવાદી જૂથો ઈરાનની અંદર સક્રિય જોવા મળ્યા છે. જેઓ પાકિસ્તાન વિરોધી ગતિવિધિઓ અને કાવતરાં રચવામાં સામેલ છે. આ સાથે પાકિસ્તાને દાવો કરતા કહ્યું કે ઈરાન આવા સંગઠનોને આશ્રય આપીને મદદ કરી રહ્યું છે.

આ પણ વાચો: પાકિસ્તાનના ક્વેટામાં બ્લાસ્ટ, 9 લોકો ઘાયલ