ઈરફાન પઠાણને મોટા ભાઈ યુસુફ પર આવ્યો ગુસ્સો, માથા પર કિસ કર્યાનો વીડિયો વાયરલ
Irfan Pathan: ભારતની ચેમ્પિયન ટીમ દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ પણ સેમીફાઈનલમાં પ્રવેશી ગઈ છે. નેટ રન રેટના કારણે ટીમ ઈન્ડિયાને ફાયદો થયો છે. આ મેચ દરમિયાન એક ખાસ કારણને કારણે ઈરફાન પઠાણ તેના ભાઈ યુસુફ પઠાણ પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. આફ્રિકન ટીમે પહેલી બેટિંગ કરતાની સાથે તેણે 211 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 156 રન જ બનાવી શકી હતી. આ મેચમાં યુસુફ પઠાણ પર ઘણો ગુસ્સે થતો જોવા મળ્યો હતો.
ગુસ્સો આવ્યો
ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ ક્રિઝ પર બેટિંગ કરી રહ્યા હતા. ઈરફાન પઠાણે પહેલા બોલ પર ઉંચો સ્ટ્રોક રમ્યો હતો પરંતુ તેની સામે બોલ ફિલ્ડરથી થોડા અંતરે પડ્યો હતો. આ બાદ ઈરફાન ઝડપથી દોડ્યો હતો અને એક રન પુરો કર્યો હતો. ત્યારબાદ તે બીજા રન માટે દોડ્યો હતો. ઈરફાન અડધી પીચ પર પહોંચ્યો ત્યારે યુસુફ પઠાણે તેને ભાગવા દેવાની ના પાડી હતી. ત્યાં સુધીમાં સમય જતો રહ્યો હતો અને તે રન આઉટ થઈ ગયો હતો.
આ પણ વાંચો: હાર્દિક સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે નતાશાએ મૌન તોડ્યું
યુસુફ પઠાણ પર ગુસ્સે
રનઆઉટ થયા બાદ ઈરફાન પઠાણ તેના ભાઈ યુસુફ પઠાણ પર ગુસ્સે થયો હતો. તે તના ભાઈ પર બૂમો પાડતો અને હાથના ઈશારાથી કંઈક કહેતો જોવા મળ્યો હતો. રન આઉટ થતાની સાથે ઈરફાનના ચહેરા પર નિરાશા જોવા મળી હતી. આ પછી ઈરફાન પઠાણ તેના ભાઈ યુસુફ પઠાણેને કપાળ પર કિસ કરતો જોવા મળ્યો હતો. ભારતની ટીમ 12 જુલાઈના રોજ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન સામે ટકરાશે.