January 24, 2025

ઈરાનના વિદેશમંત્રી ઈસ્લામાબાદમાં, આ છે કારણ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે એક્સના (ટ્વીટર) ઓફિશિયલ હેન્ડલ પર એક પોસ્ટમાં કહ્યું, ‘ઈરાનના વિદેશ પ્રધાન અમીરાબાદોલ્હિયન પાકિસ્તાનના વિદેશ પ્રધાન જલીલજિલાનીના આમંત્રણ પર ઈસ્લામાબાદ પહોંચ્યા છે. નૂરખાન એરબેઝ પર આગમન બાદ ઈરાનના વિદેશ મંત્રીનું અફઘાનિસ્તાન અને પશ્ચિમ એશિયા માટેના પાકિસ્તાનના અધિક વિદેશ સચિવ રહીમ હયાત કુરેશીએ સ્વાગત કર્યું હતું. અહેવાલો પ્રમાણે અબ્દુલ્લાહિયન સંબંધોને ફરી સારા કરવા માટે ચર્ચા કરાશે.

પાકિસ્તાનનો વળતો જવાબ
નોંધનીય છે કે તારીખ 16 જાન્યુઆરીએ તહેરાને દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલો કર્યો હતો. જે બાદ તારીખ18 જાન્યુઆરીએ પાકિસ્તાને આ હુમલાનો બદલો લીધો હતો. સ્થાનિક મીડિયાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદીના સ્થળ પર હુમલો કર્યો હતો. જોકે આ હુમલો કયારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. સ્થાનિક મીડિયાએ આપેલી માહિતી અનુસાર ઈરાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાચો: કર્તવ્ય પથ પર ભારતે બતાવી તાકાત, રશિયાએ કહ્યું આપણી મિત્રતા ‘અખંડ’

ઈરાને કરી હતી એરસ્ટ્રાઈક
આ પહેલા ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં બે બાળકોના મોત થયા હતા. તો ત્રણ લોકો ઘાયલ થયા હતા. તે સમયે પાકિસ્તાને આ હુમલાની સખત નિંદા કરી હતી. પાકિસ્તાને વિદેશ મંત્રાલયમાં ઈરાનના પ્રભારી રાજદૂતને બોલાવીને ‘તેના એરસ્પેસના ઉલ્લંઘન’ની સખત નિંદા કરી હતી. પાકિસ્તાન અને ઈરાન બંને વચ્ચે ખૂબ સારા સંબંધો હતા. 1947માં પાકિસ્તાનની આઝાદી પછી પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સંબંધો વધુ સારા બન્યા હતા. પરંતુ આ તમામ વાતો વચ્ચે સવાલ એ ચોક્કસથી થાય કે શુ થયું એવું કે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે મીઠા સંબંધો માંથી ખટાશ જેવા સંબંધો થઈ ગયા? ઈરાનના સરકારી મીડિયાએ આપેલી માહિતી અનુસાર, ઈરાને મંગળવારે તારીખ 16-1-2024 ના પાકિસ્તાનમાં એક જેહાદી જૂથ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાચો: રશિયા છે નવો કાયદો લાગુ કરવાના મૂડમાં, ટીકા કરશે તો થશે આ દંડ