September 20, 2024

તૂટી ચૂક્યું હતું, પૈસા ન હતા… ઈરાનને લઇને ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા મસમોટા ખુલાસા

Donald Trump: ગાઝા યુદ્ધ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચેનું અંતર વધુ વધી ગયું છે. તાજેતરમાં અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ઈરાને તેના પરમાણુ કાર્યક્રમને વેગ આપ્યો છે અને તે પરમાણુ સંપન્ન દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને 2024ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ તેમના કાર્યકાળના અંતે ઈરાન સાથે દરેક બાબતમાં સોદો કરવા તૈયાર હતા. તેમણે દાવો કર્યો હતો કે તેહરાન પણ સોદો કરવા માંગે છે કારણ કે તે તેમના દ્વારા લાદવામાં આવેલા કડક પ્રતિબંધોને કારણે નબળો પડી ગયો હતો.

ટ્રમ્પે ગુરુવારે ઓલ ઇન પોડકાસ્ટ પર કહ્યું, “સોદો સ્પષ્ટ હતો, ઈરાન પાસે પરમાણુ મિસાઈલ અને પરમાણુ ક્ષમતા હોઈ શકે નહીં. આ સિવાય અમે દરેક વસ્તુ વિશે વાત કરીશું. તે તેના માટે ખૂબ ફાયદાકારક રહેશે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાનના કેટલાક સાંસદોએ દાવો કર્યો હતો કે ઈરાન સુપ્રીમ લીડરના આદેશની રાહ જોઈ રહ્યું છે અને તેઓ થોડા અઠવાડિયામાં પરમાણુ હથિયાર બની જશે.

ટ્રમ્પના ચોંકાવનારા શબ્દો
ટ્રમ્પે પોડકાસ્ટ દરમિયાન કહ્યું કે ઈરાન નાદાર છે. તેની પાસે પૈસા નથી. મેં એવા દેશો પર પણ પ્રતિબંધો લગાવ્યા જે ઈરાન પાસેથી તેલ ખરીદવા માંગે છે અને હું ઈરાન સાથે વાજબી સોદો કરવા જઈ રહ્યો હતો, હું ઈરાન સાથે મળીને કામ કરવા જઈ રહ્યો હતો. ટ્રમ્પનું આ નિવેદન ઘણા ઈરાનીઓ માટે ચોંકાવનારું છે. ઈરાની શાસનની વિરુદ્ધમાં રહેલા ઘણા ઈરાની જૂથો ટ્રમ્પના ચૂંટણી પ્રચાર પર નજર રાખી રહ્યા છે. પરંતુ તેમના માટે આ નિવેદન ખતરાની જેમ છે કારણ કે એવું માનવામાં આવતું હતું કે ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ તેઓ ઈરાન પર દબાણ વધારશે.

આ પણ વાંચો: અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના સાળા આરિફ શેખનું મોત, ટેરર ફંડિંગ મામલે થઇ હતી ધરપકડ

યુએસ પ્રમુખપદની ચૂંટણી 2024
આ વર્ષના અંતમાં યોજાનારી યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં જો બિડેન અને ટ્રમ્પ આમને-સામને છે. ટ્રમ્પનું આ નિવેદન આવતા સપ્તાહે યોજાનારી રાષ્ટ્રપતિની ચર્ચામાં મુદ્દો બની શકે છે. ગુરુવારે ટ્રમ્પના શબ્દો એ વાતની ઝલક છે કે જો તેઓ જીતશે તો તેમની વિદેશ નીતિ અને ઈરાન સાથેના સંબંધો કેવા હશે.

ટ્રમ્પે ઈરાન સાથેની ડીલ વિશે પણ કહ્યું, “હું ઈરાનને એવી જગ્યાએ લાવ્યો જ્યાં તમે વાતચીત કરી શકો. “એક બાળક પણ ઈરાન સાથે સોદો કરી શક્યું હોત અને બાઈડન કંઈ કર્યું ન હતું.”