December 16, 2024

હનીયેહની મોત પર ઈરાનનો સનસનીખેજ દાવો, હવે લીધું અમેરિકાનું નામ

Hamas: હમાસના વડા ઈસ્માઈલ હનીયેહના મોત પર અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. હમાસનો દાવો છે કે ઈઝરાયલે આ ઘટનાને અંજામ આપ્યો છે. કેટલાક લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે ઈરાન પોતે આમાં સામેલ છે. પરંતુ હવે લાગે છે કે ઈરાન પોતાના પર લાગેલા ડાઘને દૂર કરવા માટે અમેરિકાને ખેંચી રહ્યું છે. ઈરાનના ઈન્ટેલિજન્સ મિનિસ્ટર ઈસ્માઈલ ખાતિબે કહ્યું કે હનિયેહના મોત પાછળ અમેરિકાનો હાથ છે. અમેરિકાએ લીલી ઝંડી આપ્યા બાદ હનિયેહની હત્યા કરવામાં આવી હતી.

આ નિવેદન ઈસ્માઈલ ખાતિબે હનિયેહના પરિવાર, હમાસ અને પેલેસ્ટિનિયન લોકોને હત્યા અંગે લખેલા પત્રમાં આવ્યું છે. તેમણે કહ્યું કે ઈઝરાયલ દ્વારા હનીયેહની હત્યા “અમેરિકાની સંમતિથી થઈ હતી.”હત્યા પછી ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખમેનીએ એક નિવેદનમાં કહ્યું, દેશ ચોક્કસપણે અમારા મહેમાન હનીયેહના લોહીનો બદલો લેશે. અમે અમારી ફરજ સમજીએ છીએ.” તેણે દાવો કર્યો છે કે આ સમગ્ર ઘટના પાછળ ઈઝરાયલનો હાથ છે.

હનીયેહના મોત પર અમેરિકાનો મોટો દાવો
હનીયેહના મોત પર અમેરિકાએ દાવો કર્યો હતો કે તેનું મોત વિસ્ફોટના કારણે થયું છે. આ વિસ્ફોટક ઉપકરણ ગેસ્ટ હાઉસમાં છુપાવવામાં આવ્યું હતું જ્યાં હનીયેહ ઘટનાના બે મહિના પહેલા રહેવાના હતા. અમેરિકાએ એવો પણ દાવો કર્યો છે કે જ્યારે હનીયેહ તેના વીવીઆઈપી બિલ્ડિંગમાં પહોંચ્યા ત્યારે રિમોટની મદદથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.

અફઘાન-તાલિબાન કમાન્ડરે નવો દાવો કર્યો છે. સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે તેહરાનના અત્યંત સુરક્ષિત વિસ્તારમાં હનીયેહની હત્યા ઈરાનની મદદ વગર શક્ય નથી. અફઘાન-તાલિબાને હત્યાનો સીધો આરોપ ખમેની પર લગાવ્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આમાં પાકિસ્તાનના આર્મી ચીફનો હાથ હોઈ શકે છે.

આ પણ વાંચો: હમાસના ચીફની હત્યા બાદ ઈરાનમાં ખળભળાટ, ડઝનેક અધિકારીઓની ધરપકડ

અમેરિકાએ મધ્ય પૂર્વમાં સૈન્ય વધાર્યું
ઈઝરાયલ પર હનીયેહની હત્યાનો આરોપ લગાવ્યા બાદ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સીધા યુદ્ધનું જોખમ વધી ગયું છે. અમેરિકાએ મધ્ય પૂર્વમાં તેના વધારાના ફાઇટર પ્લેન અને નૌકાદળના યુદ્ધ જહાજો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ખુદ અમેરિકાએ આ જાણકારી આપી છે. પેન્ટાગોને કહ્યું કે વોશિંગ્ટન ઈરાન અને તેના સહયોગી હમાસ અને હિઝબુલ્લાહ તરફથી મળતા ખતરા સામે પોતાને મજબૂત કરવા માંગે છે.

યુએસ ડિફેન્સ સેક્રેટરીએ મધ્ય પૂર્વ અને યુરોપમાં વધારાની નેવી ફોર્સ મોકલવાની મંજૂરી પણ આપી દીધી છે. અમેરિકાએ એવા યુદ્ધ જહાજો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે જે હવામાં બેલેસ્ટિક મિસાઈલોને તોડી શકે છે. અમેરિકાએ એમ પણ કહ્યું કે તે આવું એટલા માટે કરી રહ્યું છે જેથી ઈઝરાયલની સુરક્ષા વધુ વધી શકે.