May 17, 2024

IPS ચિરાગ કોરડીયાએ બોર્ડર રેન્જ ભૂજ આઇજી તરીકે કાર્યભાર સંભાળ્યો

ips chirag koradia took charge as border range bhuj ig

નીતિન ગરવા, ભૂજઃ પૂર્વ કચ્છમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા IPS ચિરાગ કોરડિયાની બોર્ડર રેન્જ ભૂજ આઇજી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે આજે કાર્યભાર સંભાળ્યો હતો. આઇજી તરીકે ચાર્જ સાંભળ્યાના પહેલા જ દિવસે જિલ્લાના બંને એસપીઓને મળીને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાણી હતી.

આગામી દિવસોમાં રેન્જના ચારેય જિલ્લાઓમાં પ્રોપર્ટી ઓફેન્સમાં ઘટાડો થાય, ડિટેકશનમાં વધારો થાય, સીમા વર્તીય વિસ્તારોમાં પોલીસની વધુ નજર રહે, લોકોના સમન્વય સાથે પોલીસની ઉત્તમ કામગીરી પર તેમણે ભાર મૂક્યો હતો.

આ પણ વાંચોઃ કચ્છમાં વરસાદી માહોલને કારણે ખેડૂતોનો પાક બરબાદ, કરોડો રૂપિયાનું નુકસાન

આ અંગે વધુ વાત કરતા બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયાએ જણાવ્યુ હતુ કે, આગામી સમયમાં રામનવમીનો તહેવાર આવી રહ્યો છે, તેની સારી રીતે ઉજવણી થાય. આ સાથે લોકસભાની ચૂંટણી દરમિયાન પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સરસ રહે તે અંગે પણ ધ્યાન આપવામાં આવશે. બોર્ડર રેન્જ ભૂજના ચારેય જિલ્લાની પોલીસ દ્વારા ઉત્તમ કામગીરી થાય તે માટે પણ કામગીરી કરવામાં આવશે.