February 16, 2025

ચેમ્પિયન્સ ટ્રોફીની ઈનામી રકમ કરતાં પણ વધુ છે આ 6 ખેલાડીઓનો IPL પગાર, આંકડા જોઈને ચોંકી જશો

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફીની ઈનામની જાહેરાત કરી દીધી છે. જે ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતશે US$2.24 મિલિયનનું ઇનામ મળશે. ભારતીય રકમમાં તેની કિંમત 20 કરોડ રૂપિયા થાય છે. ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ, એટલે કે રનર-અપ, ને 1.12 મિલિયન યુએસ ડોલર આપવામાં આવશે. પરંતુ ટ્રોફીની ઇનામી રકમ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આવો જાણીએ કેમ થઈ રહી છે એટલી ચર્ચા.

આ પણ વાંચો: ગુજરાતના કેપ્ટનનું જોરદાર પ્રદર્શન, 200ના સ્ટ્રાઇક રેટથી ફિફ્ટી ફટકારી

ચેમ્પિયન્સ ટ્રોફીની ઈનામી રકમ કરતાં વધુ
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને એટલે ચર્ચા થવા લાગી છે કારણ કે IPLમાં છ ખેલાડીઓનો પગાર ચેમ્પિયન્સ ટ્રોફીની ઈનામી રકમ કરતાં પણ વધુ છે. પંતને 27 કરોડ રૂપિયાનો પગાર મળશે. તે જ સમયે, શ્રેયસ ઐયરને 26.75 કરોડ રૂપિયાનો પગાર મળે છે. વેંકટેશ ઐયરને 23.75 કરોડ રૂપિયા મળશે. હેનરિક ક્લાસેનનો પગાર 23 કરોડ રૂપિયા અને ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનમાં 21 કરોડ રૂપિયા પગાર તરીકે મળશે. વિરાટ કોહલીનો પગાર પણ 21 કરોડ રૂપિયા મળે છે.