January 23, 2025

IPL 2024 Final Winner: વિજેતા ટીમને આટલું ઈનામ, RCBને પણ મળશે કરોડો

IPL 2024 winning amount: IPL 2024 ફાઈનલમાં કોલકાતા અને હૈદરાબાદ ટકરાશે. ગઈ કાલની મેચમાં હૈદરાબાદની ટીમે રાજસ્થાનની ટીમને હરાવીને ફાઈનલમાં પોતાનું નામ નિશ્ચિત કરી લીધું છે. પરંતુ શું તમને ખબર છે કે જે ટીમ જીતે છે તેને કેટલા પૈસા મળશે? આવો જાણીએ.

કરોડો રૂપિયા મળશે
IPL 2024 ની ફાઈનલ મેચ આવતીકાલે રવિવારના રોજ છે. જેમાં કોલકાતા અને હૈદરાબાદની ટીમનો આમનો-સામનો થશે. ફાઈનલમાં કઈ ટીમ જીતશે તે જોવાનું રહ્યું. પરંતુ તે પહેલા સવાલ એ છે કે જીતનારી ટીમને ટ્રોફી સાથે કેટલા રૂપિયા મળશે. આ સાથે પર્પલ કેપ અને ઓરેન્જ કેપ જીતનાર ખેલાડીને કેટલા પૈસા મળશે. એક માહિતી અનુસાર IPL 2024ની ચેમ્પિયન ટીમને 20 કરોડ રૂપિયા ઈનામ તરીકે મળશે. જે ટીમ હારશે તેને પણ ફાયદો જ છે. તે ટીમને પણ 13 કરોડ રુપિયા આપવામાં આવશે. ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમોને પણ ફાયદો થશે. જેમાં ત્રીજા ક્રમે આવનાર ટીમને 7 કરોડ રૂપિયા ચોથા સ્થાન પર આવનારી ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે. ત્રીજા સ્થાન પર રાજસ્થાનની ટીમ છે જેને 7 કરોડ રૂપિયા મળશે.ચોથા સ્થાન પર બેંગ્લોરની ટીમ છે. જેને 6.5 કરોડ રૂપિયા મળશે.

આ પણ વાંચો: આજે Sunrisers Hyderabad અને Rajasthan Royals વચ્ચે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ

આ ખેલાડીઓને પણ મળશે ઈનામ
IPLમાં વિજેતા ટીમની સાથે ઉપવિજેતા ટીમને પણ ઈનામ રૂપે રકમ આપવામાં આવે છે. જેમાં પર્પલ કેપ, ઓરેન્જ કેપ અને ફેઝના એવોર્ડ આપવામાં આવે છે. આખી સિઝન દરમિયાન જે ખેલાડી વધુ રન બનાવનારને ઓરેન્જ કેપનો એવોર્ડ આપવામાં આવે છે. વિજેતા ખેલાડીને 15 લાખ રુપિયા ઈનામ આપવામાં આવે છે. આ વખતની સિઝનમાં IPL 2024માં વિરાટ કોહલી સૌથી આગળ છે. જે ખેલાડી વધુ વિકેટ લે છે તેને પર્પલ કેપ મળે છે. જેના ભાગ રુપે તેને 15 લાખ રુપિયા ઈનામ આપવામાં આવે છે. પર્પલ કેપની રેસમાં હાલ હર્ષલ પટેલ આગળ છે.