IPL Points Table: પહેલી મેચ જીત્યા પછી પણ CSK ટેબલ ટોપર ન બની શક્યું, આ ટીમ છે નંબર વન

IPL Points Table: આઈપીએલની જોરદાર શરૂઆત થઈ ગઈ છે. ત્રણ ટીમોએ પોતાની મેચ પણ જીતી લીધી છે. આજે ચોથી મેચ દિલ્હી અને લખનૌ વચ્ચે રમાશે. 3 ટીમ એવી છે કે જે મેચ હારી ગઈ છે. ગઈ કાલની મેચમાં જીત મળ્યા પછી પણ CSK ટીમ ટેબલમાં ટોચ પર રહી શકી નથી. ટીમ હાલમાં ત્રીજા સ્થાન પર છે. જોકે હાલ તો શરૂઆત છે અને આવનારા સમયમાં પોઈન્ટ ટેબલમાં ઘણા ફેરફારો જોવા મળશે.

આ પણ વાંચો: દિલ્હી સામેની મેચ પહેલા LSG કેમ્પ માટે ખરાબ સમાચાર, સ્ટાર ખેલાડી ફરી ઘાયલ થયો

હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન
અત્યારે પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો હાલ હૈદરાબાદની ટીમ નંબર વન પર છે. તેણે અત્યાર સુધી ફક્ત એક જ મેચ રમી છે અને જીતી છે, પરંતુ ટીમનો વિજય એટલો મોટો હતો કે તેનો નેટ રન રેટ ઘણો વધી ગયો છે. SRHનો નેટ રન રેટ હાલમાં પ્લસ 2,200 છે. RCB બીજા સ્થાન પર છે. . રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો નેટ રન રેટ પ્લસ 2.137 છે. CSK ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. આ ટીમનો નેટ રન રેટ પ્લસ 0.493 છે.