December 22, 2024

IPL 2025 આ દિવસે શરૂ થશે, BCCIએ આગામી ત્રણ સિઝનની તારીખો કરી જાહેર

IPL 2025: IPL 2025 માટે 24 અને 25 નવેમ્બરે મેગા ઓક્શનનું આયોજન કરાશે. BCCIએ આગામી ત્રણ સિઝન માટે કેટલીક મહત્વપૂર્ણ તારીખોની જાહેરાત કરવામાં આવી છે. IPL માટે જાહેર કરવામાં આવેલી તારીખો પ્રમાણે IPL 14 માર્ચથી શરૂ થશે. 2026ની સિઝન 15 માર્ચથી 31 મે વચ્ચે રમાઈ શકે છે. 2027ની સિઝન 14 માર્ચથી 30 મે વચ્ચે રમાશે.

આ પણ વાંચો: અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો, અમેરિકામાં ગૌતમ અદાણી પર ગંભીર આક્ષેપ

IPL 2025માં કુલ 74 મેચ રમાશે
એક રિપોર્ટ પ્રમાણે ફ્રેન્ચાઇઝીઓને મોકલવામાં આવેલા ઇમેલમાં, IPLએ ટૂર્નામેન્ટની તારીખોની વિન્ડો આપી છે. આ ફાઈનલ તારીખ હોવાની શક્યતાઓ છે. IPL 2025માં કુલ 74 મેચ રમાવાની છે. ક્રિકેટ ચાહકો IPLની ખૂબ રાહ જોવે છે. આ હરાજીમાં ઘણી ફ્રેન્ચાઇઝી સંપૂર્ણપણે નવી ટીમો બનાવશે અને ઘણા મોંઘા ખેલાડીઓને ખરીદવાની પણ અપેક્ષા છે.