IPL 2025: નવા નિયમો પછી ટીમો કોને જાળવી રાખશે? જોઈ લો આ લિસ્ટ
IPL 2025: IPL 2025માં રિટેન્શનના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવે સવાલ એ છે કે કયા ખેલાડીને રિટેન કરશે અને કોને નહીં. આ ચર્ચા તમામ ક્રિકેટ ચાહકોમાં થઈ રહ્યો છે. ત્યારે આજે અમે તમને સંભવિત યાદી વિશે માહિતી આપીશું.
મેગા હરાજી પહેલા રીટેન્શનના નવા નિયમો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ IPL 2025 ની મેગા હરાજી પહેલા રીટેન્શનના નવા નિયમોની જાહેરાત કરી દીધી છે. જે નિયમ પ્રમાણે ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ છ ખેલાડીઓને જાળવી શકે છે અને તેમાં દરેક ટીમ વધુમાં વધુ પાંચ કેપ્ડ અને બે અનકેપ્ડ ખેલાડીઓ જાળવી શકાશે. હવે તમને સવાલ થતો હશે કે અનકેપ્ડ ખેલાડી કોને કોને ગણવામાં આવશે. તમને જણાવી દઈએ કે પાછલા પાંચ વર્ષથી જે ખેલાડી મેચ રમ્યો નથી તે અનકેપ્ડ પ્લેયર ગણવામાં આવશે. આ સાથે બીસીસીઆઈનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન હોય તો તેને પણ અનકેપ્ડ પ્લેયર તરીકે ગણવામાં આવશે. આ નિયમથી ઘણા ખેલાડીઓને ફાયદો થશે તો ઘણા ખેલાડીઓને નુકસાન પણ થશે. આ ફેરફારના કારણે ઘણા ખેલાડીઓને તક પણ મળશે.
આ પણ વાંચો: રણજી ટ્રોફીમાં રમી રહેલા ખેલાડીઓનો પગાર કેટલો હોય છે?
સંભવિત રીટેન્શન યાદી
ગુજરાત ટાઇટન્સ: ડેવિડ મિલર, સાઇ સુદર્શન, શુભમન ગિલ, રાશિદ ખાન, મોહમ્મદ શમી, રાહુલ તિવાટિયા
મુંબઈ ઈન્ડિયન્સ: સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, અંશુલ કંબોજ
ચેન્નાઈ સુપર કિંગ્સ: શિવમ દુબે, રચિન રવિન્દ્ર, મતિશા પાથિરાના, એમએસ ધોની, રૂતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, ટ્રેન્ટ બોલ્ટ, સંજુ સેમસન, જોસ બટલર, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા
લખનૌ સુપર જાયન્ટ્સ: નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ, કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઈનિસ, મયંક યાદવ
કોલકાતા નાઈટ રાઈડર્સ: સુનીલ નારાયણ, મિશેલ સ્ટાર્ક, શ્રેયસ ઐયર, રિંકુ સિંહ, ફિલ સોલ્ટ, હર્ષિત રાણા
પંજાબ કિંગ્સ: કાગીસો રબાડા, લિયામ લિવિંગસ્ટોન, મેથ્યુ શોર્ટ, સેમ કુરન, અર્શદીપ સિંહ, આશુતોષ શર્મા
દિલ્હી કેપિટલ્સ: જેક ફ્રેઝર-મેકગર્ક, અક્ષર પટેલ, પંત, મિશેલ માર્શ, હેરી બ્રુક, અભિષેક પોરેલ
સનરાઇઝર્સ હૈદરાબાદ: હેનરિક ક્લાસેન, ટી. નટરાજન, પેટ કમિન્સ, અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, નીતિશ કુમાર રેડ્ડી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ, વિલ જેક્સ, યશ દયાલ