IPL 2025માં સૌથી વધુ રન કોણ બનાવશે?

IPL 2025: આઈપીએલ આવતીકાલે શરુ થવાની છે. આઈપીએલ રસિકોનો આતુરતાનો અંત આવ્યો છે. આખરે આઈપીએલની પહેલી મેચ આવતીકાલે રમાશે. બધાની નજર આ વખતે વિરાટ, ગિલ અને રોહિત શર્મા અને તેની સાથે સાથે બીજા ઘણા ખેલાડીઓ પર રહેવાની છે. તમને જણાવી દઈએ કે ગઈ સિઝનમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી રોહિત હતો. આવો જાણીએ કે આ સિઝનમાં ક્યો ખેલાડી સૌથી વધારે રન બનાવશે.

શુભમન ગિલ
શુભમન ગિલ IPLમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ ફરી એક વાર કરશે. તેમના ચાહકોને અપેક્ષા છે કે તે આ વખતે શાનદાર બેટિંગ કરશે. આવી સ્થિતિમાં નિષ્ણાતોનું માનવું છે કે ગિલ સૌથી વધારે રન બનાવી શકે છે.

યશસ્વી જયસ્વાલ
યશસ્વી જયસ્વાલ IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે ઓપનિંગ કરતો જોવા મળશે. જેમાં જયસ્વાલ માટે IPL 2023 અને IPL 2024 ખૂબ ખાસ રહ્યા હતા. વર્ષ 2023માં 625 રન બનાવ્યા અને 2024 માં 435 રન બનાવ્યા હકા, આ વખતે ઘણા રિપોટ પ્રમાણે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની શકે છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમને BCCI એ આપી ખાસ ભેટ, ખેલાડીઓ જીવનભર યાદ રાખશે

રોહિત
ભૂતપૂર્વ ક્રિકેટર લિસા સ્થાલિકરનું માનવું છે કે મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા સૌથી વધુ રન બનાવી શકે છે. ગઈ સિઝનમાં રોહિતના બેટમાંથી સદી જોવા મળી હતી.