પ્રીતિ ઝિન્ટા અને વિરાટ કોહલીનો વીડિયો વાયરલ, પંજાબ કિંગ્સના શેઠાણી કેમ આટલું હસ્યા?

Virat Kohli: 20 એપ્રિલના પંજાબ અને બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં RCBએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંજાબને તેના જ ઘરમાં હાર આપી હતી. વિરાટે અડધી સદી ફટકારી હતી. છેલ્લે સુધી તે આઉટ થયો ના હતો. મેચ પછી વિરાટ અને પ્રીતિ ઝિન્ટાનો એક વીડિયો સામે આવ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ગીર સોમનાથમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

વિરાટ અને પ્રીતિ ઝિન્ટાની મુલાકાત વાયરલ થઈ
RCBની જીત બાદ વિરાટ અને ઝિન્ટાની મુલાકાત વાયરલ થઈ હતી. પ્રીતિ ઝિન્ટા મેદાનમાં પહોંચે છે અને વિરાટને મળે છે. બંને એકબીજાને હાથ મિલાવે છે. આ પછી બંને વાત કરવાનું શરુ કરે છે. આ મુલાકાતમાં સૌથી રસપ્રદ ક્ષણએ હતી જ્યારે પ્રીતિ કોહલીને તેના મોબાઇલ પર કંઈક બતાવતી હતી. આ પછી પ્રીતિ અને વિરાટ જોર જોરથી હસવા લાગે છે. જોકે વિરાટની ટીમની શાનદાર જીત થઈ છે અને પંજાબની ટીમની પોતાના જ ઘરમાં હાર થઈ છે.