રિંકુ સિંહ મુંબઈના હોમ ગ્રાઉન્ડ મચાવશે ધૂમ, આ મોટા રેકોર્ડ બનાવી શકે છે

IPL 2025: કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈની ટીમનો આજે આમનો સામનો થવાનો છે. મુંબઈની ટીમ આજે સિઝનની પહેલી જીત મેળવવા માટે પ્રયત્ન કરશે. મુંબઈની ટીમે અત્યાર સુધીમાં 2 મેચ રમી છે. જેમાં બંનેમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. મુંબઈની ટીમ આજે પોતાના હોમ ગ્રાઉન્ડ પર આ મેચ રમશે. ત્યારે આજની મેચમાં રિંકુ સિંહ મુંબઈ સામે શાનદાર પ્રદર્શન કરીને આ મોટો રેકોર્ડ બનાવી શકે છે.
આ પણ વાંચો: સુરતમાં IPL જોવા માટે મોબાઈલ ન આપતા 3 ઈસમોએ સગીર પર ચપ્પુ વડે કર્યો હુમલો
રિંકુ સિંહ પાસે ઘણા રેકોર્ડ બનાવવાની તક છે
રિંકુ સિંહ T20 ક્રિકેટમાં 150 છગ્ગા પુર્ણ કરવાની નજીક છે. જો મુંબઈ સામેની મેચમાં 4 છગ્ગા ફટકારે તો તે આ ખાસ સિદ્ધિ હાંસલ કરશે. 8 ચોગ્ગા ફટકારે છે, તો તે T20 ક્રિકેટમાં 250 ચોગ્ગા પણ પૂરા કરશે. આજની મેચમાં તે આવું કરી શકે છે. રિંકુ સિંહે અત્યાર સુધીમાં IPLમાં 48 મેચોની 41 ઇનિંગ્સમાં 905 રન બનાવ્યા છે. જેના કારણે આ સિઝનમાં તે તેના 1000 IPL રન પૂર્ણ કરી શકે છે.