આવતીકાલે RCB vs CSK વચ્ચે મુકાબલો, જાણો બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ

RCB vs CSK IPL 2025: આવતીકાલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થવાનો છે. બંને ટીમે પોતાની પહેલી મેચમાં જીત પ્રાપ્ત કરી છે. ત્યારે હવે બંને ટીમે આ મેચ જીતવા માટે પૂરો પ્રયત્ન કરશે. CSK અને RCBના ચાહકો આ મેચ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ચેન્નાઈના મેદાનમાં આ મેચ રમાશે. આ મેચ ખૂબ રોમાચંક જોવા મળી રહી છે. હેડ ટુ હેડ રેકોર્ડ જાણો.
Can't wait for RCB vs CSK.
pic.twitter.com/RPMLhPLL3T— Awin (@FallenBails) March 22, 2025
આ પણ વાંચો: RCBને 17 વર્ષ પછી CSK સામે આ રેકોર્ડ બનાવવાનો મોકો
હેડ ટુ હેડ રેકોર્ડ જાણો
ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 33 મેચ રમાઈ છે. જેમાંથી CSK 21 વખત જીત અને RCB 11 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. 1 મેચ એવી છે કે જેનું પરિણામ આવ્યું નથી. આંકડાનું માનીએ તો ચેન્નાઈની ટીમનો હાથ ઉપર લાગી રહ્યો છે. ગઈ સિઝનમાં બંને વચ્ચે 2 મેચ રમાઈ છે. આમાંથી એક મેચ ચેન્નાઈએ જીતી હતી અને એક મેચ આરસીબીએ જીતી છે. બંને ટીમોના અત્યાર સુધી 2-2 પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટના કારણે તેમના રેન્કિંગ અલગ છે.