RCBને ડ્રેસિંગ રૂમ બદલવાની સલાહ મળી, ભૂતપૂર્વ ક્રિકેટરે આપ્યું ‘વિચિત્ર’ નિવેદન

IPL 2025: RCB આ સિઝનમાં તેના હોમ ગ્રાઉન્ડ પર 2 મેચ હારી ગયું છે. જેમાં ગુજરાત અને દિલ્હી કેપિટલ્સે RCB ને હાર આપી હતી. હવે ટીમને તેનું હોમ ગ્રાઉન્ડ બદલવાની વિચિત્ર સલાહ મળી છે.

આ પણ વાંચો: LSG vs GT: લખનૌ અને ગુજરાત વચ્ચે આજે મુકાબલો થશે, જાણો પિચ રિપોર્ટ

ભૂતપૂર્વ ક્રિકેટર સિમોન ડૌલેએ કહી આ વાત
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સિઝન-18 માં શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ હવે ટીમ ડગમગતી જોવા મળી રહી છે. . ઘરઆંગણે બે મેચ હાર્યા બાદ હવે ટીમને તેનું હોમ ગ્રાઉન્ડ બદલવાની સલાહ આપવામાં આવી છે. ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર સિમોન ડૌલે કહ્યું, “મને લાગે છે કે તેઓએ ડ્રેસિંગ રૂમમાંથી બધા સાઇનબોર્ડ દૂર કરવા જોઈએ, અને તેમને બીજામાં ખસેડવા જોઈએ. ફક્ત ડ્રેસિંગ રૂમમાં ફેરફાર કરો.