શ્રેયસ ઐયરની આઉટ થવા પર પ્રીતિ ઝિન્ટાનું રિએક્શન વાયરલ, સામે આવ્યો વીડિયો

IPL 2025: પંજાબે લખનૌની ટીમને 37 રનથી હાર આપી હતી. અર્શદીપ સિંહની ઘાતક બોલિંગે ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કેપ્ટન શ્રેયસ ઐયરની પણ ખાસ ભૂમિકા જોવા મળી હતી. તેણે 25 બોલમાં 45 રન બનાવીને ટીમનો સ્કોર 250 ની નજીક પહોંચાડ્યો હતો. ઐયર જ્યારે આઉટ થયો ત્યારની પ્રીતિ ઝિન્ટાની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો: દિગ્વેશ રાઠીએ કરી દીધી ફરી એ જ ભૂલ, VIDEO વાયરલ

પ્રીતિ ઝિન્ટાની પ્રતિક્રિયા વાયરલ
શ્રેયસ ઐયર આઉટ થયો તરત પ્રીતિ ઝિન્ટાએ તાળીઓ પાડીને પોતાના કેપ્ટનનું સ્વાગત કર્યું હતું. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. શશાંક સિંહે સિક્સર ફટકારી અને બોલને સ્ટેડિયમની બહાર મોકલ્યો ત્યારે તેની પ્રતિક્રિયા પણ વાયરલ થઈ હતી. આ જીત પંજાબની ટીમ માટે ખૂબ ખાસ છે. પોઈન્ટ ટેબલમાં ટીમ હવે બીજા સ્થાન પર પહોંચી ગઈ છે. વર્ષ 2014 પછી પોઈન્ટ ટેબલમાં પહેલીવાર 14નો આંકડો પાર કર્યો છે. આવુ થતાની સાથે 11 વર્ષ પછી આવું ફરી બન્યું છે. દરેક સિઝન કરતા આ વખતે પંજાબની ટીમનું સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે.