December 28, 2024

હાર્દિક પંડ્યાની ‘પડતી’ શરૂ, નતાશા બાદ હવે જશે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ?

Mumbai Indians Captain IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સ IPL 2025માં ઘણા ફેરફારો સાથે જોવા મળી શકે તેવું જોવા મળી રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સની કમાન બીજા ખેલાડીને આપવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યાને સુકાનીપદેથી હટાવી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના સ્થાન પર સૂર્યકુમાર યાદવ નવા કેપ્ટન બની શકે છે. સચિન તેંડુલકર પણ સૂર્યાને કેપ્ટન બનાવવાના પક્ષમાં છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી હજૂ સુધી સામે આવી નથી.

મુંબઈ કેમ્પમાં ભારે હલચલ
એક માહિતી અનુસાર રોહિતના કેમ્પે મુંબઈ ઈન્ડિયન્સના ટીમ મેનેજમેન્ટને અલ્ટીમેટમ આપ્યું છે. રોહિત અને સચિન સહિત ઘણા ખેલાડીઓ નથી ઈચ્છતા કે પંડ્યા કેપ્ટન બને. જો મુંબઈ હજુ પણ હાર્દિકને કેપ્ટન તરીકે રાખશે તો રોહિત અને સૂર્યાની સાથે જસપ્રિત બુમરાહ પણ ટીમ છોડી શકે તેવી ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં મુંબઈ કેમ્પમાં આ વાતને લઈને ભારે હલચલ મચી ગઈ છે.

આ પણ વાંચો: શિખર ધવનની નિવૃત્તિ પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા

રોહિત હતો અજાણ
IPL 2024માં મુંબઈએ હાર્દિક પંડ્યાને ટીમમાં લાવ્યો હતો. આ પહેલા હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા હતા. હાર્દિક પંડ્યા ટીમમાં આવતાની સાથે રોહિત પાસેથી કેપ્ટન્સી છીનવાઈ ગઈ હતી. રિપોર્ટ અનુસાર મુંબઈએ રોહિતને આ અંગે જાણ કરી ન હતી. તેમને જાણ કર્યા વિના નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયની અસર રોહિતના ફેન્સ પર પડી હતી. આ સમયે હાર્દિક ખૂબ ટ્રોલ થયો હતો.