December 22, 2024

IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સમાં ફરી શરૂ થયું કેપ્ટન્સી યુદ્ધ?

IPL 2025 Mumbai Indians Captain: આઈપીએલ 2025 માટે તમામ ટીમોની રિટેન્શન લિસ્ટને જોઈને ખબર પડી જાઈ છે કે આવનારી સિઝનમાં ખેલાડીઓની ટીમની સાથે ઘણી ટીમના કપ્તાન પણ બદલાશે. મોટો સવાલ આ વખતે એ છે કે મુંબઈની ટીમની કમાન કોને સોંપવામાં આવશે?

મુંબઈની કેપ્ટનશીપ કોણ કરશે?
મુંબઈ ઈન્ડિયન્સે 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. ટોટલ 75 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને આ ખેલાજીઓને રિટેન કરવામાં આવ્યા છે. MI ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા અને તિલક વર્માને જાળવી રાખ્યા છે. ખાસ વાત તો એ છે કે તેમાંથી 4 ખેલાડીઓ એવા છે કે જે પહેલા કેપ્ટન રહી ચૂક્યા છે. આવી સ્થિતિને જોઈ હવે પહેલો સવાલ થાય છે કે આવનારી સિઝનમાં મુંબઈની ટીમનો કપ્તાન કોણ બનશે. કારણ કે ગત સિઝનમાં પણ ટીમના કપ્તાનને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. હાર્દિક પંડ્યાને લોકોની ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: ICCએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી

આ વખતે કોણ બનશે કેપ્ટન?
જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે 31 ઓક્ટોબરે રીટેન્શન લિસ્ટની જાહેરાત કરી હતી તે સમયે તેમણે એ પણ જાહેરાત કરી હતી કે આગામી સિઝનમાં મુંબઈની ટીમનો કપ્તાન કોણ હશે તેની પણ જાહેરાત કરી હતી. આગામી સિઝનમાં પણ હાર્દિક પંડ્યાને જ ટીમની કમાન સોંપવામાં આવશે. આ નિર્ણય ખૂબ જ ચોંકાવનારો હતો. કારણે કે હાર્દિકની કમાન હેઠળ ગત સિઝનમાં મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં લાસ્ટ સ્થાન પર હતું. હા એ વાત ખરી કે હાર્દિકની કમાન હેઠળ જરાત ટાઇટન્સે 2022માં IPLનો ખિતાબ જીત્યો હતો. હવે આ સિઝનમાં હાર્દિક મુંબઈની ટીમની કિસ્મત બદલી શકે છે કે નહીં તે જોવાનું રહ્યું.