December 26, 2024

2 વર્ષથી ટીમ ઇન્ડિયાની બહાર છે આ ખેલાડી, એમ છતાં બોલી લાગી મોટી

IPL 2025 Mega Auction: સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં ચાલી રહેલી IPL 2025 મેગા ઓક્શનના બીજા દિવસે ઘણા મોટા ખેલાડીઓના નામનો સમાવેશ થાય છે. જેમાં ભુવનેશ્વર કુમારનું નામ પણ સામેલ છે.

ભુવનેશ્વરને લેવામાં રસ દાખવ્યો
લખનૌની ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ભુવનેશ્વરને લેવામાં રસ દાખવ્યો હતો. ભુવનેશ્વર છેલ્લા 2 વર્ષથી બહાર છે. એમ છતાં જ્યારે તેનું નામ ઓક્શનમાં લેવામાં આવ્યું ત્યારે ઘણી ટીમે તેનામાં રસ દાખવ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 10.75 કરોડ રૂપિયામાં ખરીદી કરી હતી. ટી20 લીગમાં 176 મેચ રમીને ભુવી 27.23ની એવરેજથી 181 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જેમાં તેણે 5 વિકેટ ઝડપી હતી. IPLમાં ભુવનેશ્વર કુમારનો ઈકોનોમી રેટ 7.56 રહ્યો છે.

આ પણ વાંચો: જસપ્રીત બુમરાહને મળી ગયો નવો બોલિંગ પાર્ટનર