December 23, 2024

લખનૌ સુપર જાયન્ટ્સ 50 કરોડમાં રોહિત શર્માને ખરીદશે?

Lucknow Super Giants: IPL 2025 ખૂબ જ ખાસ રહેવાની છે. કારણ કે તે પહેલા મેગા ઓક્શન યોજાવાની છે. મેગા ઓક્શનમાં મોટા ભાગની ટીમમાં ફેરફાર જોવા મળી શકે છે. ઘણા સ્ટાર ખેલાડીઓ એક ટીમમાંથી બીજી ટીમમાં જઈ શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તેમાં રોહિત શર્માનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ તેને રિલીઝ કરશે અને લખનૌ સુપર જાયન્ટ્સ તેને 50 કરોડ રૂપિયામાં ખરીદશે. આ વાતની અફવામાં કેટલી સત્યતા છે તે વિશે ખુલાસો લખનૌના માલિક સંજીવ ગોએન્કાએ પોતે કર્યો છે.

સીધો જવાબ આપ્યો ન હતો
એક મીડિયા સાથેની વાતમાં સંજીવ ગોએન્કાને પૂછવામાં આવ્યું કે એવા અહેવાલો છે કે લખનૌએ રોહિત શર્મા માટે 50 કરોડ રૂપિયા અલગ રાખ્યા છે? જેના જવાબમાં તેણે કહ્યું કે “મને એક વાત કહો, શું તમે અથવા અન્ય કોઈને ખબર છે કે રોહિત શર્મા હરાજીમાં આવવાનો છે કે નહીં? આ બધી વાતો અટકળો ઉપર થઈ રહી છે. ત્યારબાદ તેને પૂછવામાં આવ્યું કે શું રોહિત શર્મા તમારી વિશ લિસ્ટમાં છે?

આ પણ વાંચો: મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાં પરત ક્યારે ફરશે?

ટીમમાં શ્રેષ્ઠ ખેલાડી
જેના જવાબમાં સંજીવ ગોએન્કાએ કહ્યું, “દરેકની પોતાની ઈચ્છા યાદી હોય છે. તમને તમારી ટીમમાં શ્રેષ્ઠ ખેલાડી, શ્રેષ્ઠ કેપ્ટન જોઈએ છે. તે ઈચ્છવાની વાત નથી. આ એવી વસ્તુ છે જેની હું ઈચ્છા કરી શકું છું પરંતુ તે જ બધી વાત ફ્રેન્ચાઈઝીને લાગુ પડે છે. જો કે સંજીવ ગોયેન્કાએ સીધો જવાબ આપ્યો ન હતો.