પિતા બન્યા પછી કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો, આ ટીમ સામે પહેલી મેચ

IPL 2025: દિલ્હી કેપિટલ્સનો વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ થોડા સમય પહેલા જ પિતા બન્યો છે. હવે તે ટીમમાં જોડાઈ ગયો છે. આવતીકાલે થનારી મેચમાં તે રમતો જોવા મળશે. આથિયા શેટ્ટીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે. રાહુલ દિલ્હીની પહેલી મેચમાં રમ્યો ન હતો પરંતુ હવે તે પાછો ફર્યો છે.

આ પણ વાંચો: RCB જીતવા લાગ્યું તો વિરાટે કરી જાડેજા સાથે મસ્તી, વીડિયો થયો વાયરલ

કેએલ રાહુલની થઈ વાપસી
દિલ્હી કેપિટલ્સની પહેલી મેચ 24 માર્ચે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાઈ હતી. જેમાં દિલ્હીએ આ મેચ 1 વિકેટથી જીતી લીધી હતી. આ સમયે જ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને તેમની પુત્રી વિશે માહિતી આપી હતી. દિલ્હીની ટીમનો આવતીકાલે મુકાબલો છે. જેમાં હવે કેએલ રાહુલ જોવા મળી શકે છે. રાહુલ આ મેચમાં રમવા માટે તૈયાર છે. તે શનિવારે તેની ટીમમાં જોડાયો. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.