April 8, 2025

SRHની સૌથી મોટી તાકાત હતા આ ખેલાડીઓ, હવે કાવ્યા મારનનો ભરોસો તોડી નાખ્યો

IPL 2025 GT vs SRH: ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. આ મેચમાં હૈદરાબાદની ટીમની હાર થઈ હતી. પરંતુ SRH ની સૌથી મોટી તાકાત જ હવે નબળાઈ થઈ શકે છે. આવો જાણીએ આ ખેલાડીઓ વિશે.

ઈશાન કિશન
ઈશાન કિશન પહેલીવાર આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે. રાજસ્થાન સામેની મેચમાં તેણે શાનદાર સદી ફટકારી હતી. પરંતુ આ પછીની મેચમાં તેનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. તે સતત નિષ્ફળ જોવા મળી રહ્યો છે.

અભિષેક શર્મા
IPL 2025 માં અભિષેક શર્મા અત્યાર સુધી મોટો ફ્લોપ સાબિત થયો છે. અત્યાર સુધીમાં એક પણ અડધી સદી પણ તેણે ફટકારી નથી. IPL પહેલા ઇંગ્લેન્ડ સાથે રમાયેલી T20 સિરીઝમાં અભિષેક શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. પરંતુ આઈપીએલમાં તેનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી.

આ પણ વાંચો: OnePlus લાવી રહ્યું છે iPhone જેવો સ્માર્ટફોન, જોયા પછી તમને પણ ભરોસો નહીં આવે

ટ્રેવિસ હેડ
ટ્રેવિસ હેડે સિઝનની શાનદાર શરૂઆત કરી હતી. રાજસ્થાન સામેની મેચમાં તેમે અડધી સદી ફટકારી હતી. ટીમને હજુ સુધી હેડ પાસેથી અપેક્ષા મુજબનું પ્રદર્શન જોવા મળ્યું નથી. આવનારી મેચમાં તેનું કેવું પ્રદર્શન જોવા મળે છે તે જોવાનું રહ્યું.

હેનરિક ક્લાસેન
હેનરિક ક્લાસેનનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. હજૂ સુધી તેણે એક પણ અડધી સદી નથી ફટકારી. જો ટીમે હવે વાપસી કરવી હોય તો આ ખેલાડીઓએ ફોર્મમાં પાછા ફરવું પડશે અને શાનદાર પ્રદર્શન કરવું પડશે. કારણ કે મોટા ભાગના ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ ખરાબ જોવા મળી રહ્યું છે.