232 રન બનાવ્યાં તે છતાં કેમ હારી ગઈ ગુજરાત ટાઇટન્સ, જાણો શુભમન ગિલે ગણાવ્યાં કારણો

GT vs PBKS Highlights: ગુજરાત ટાઇટન્સે IPL 2025ની શરૂઆત હાર સાથે કરી છે. 25 માર્ચની રાત્રે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક હાઇ-સ્કોરિંગ મેચ યોજાઈ હતી. જ્યાં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 243 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. તેની સામે ગુજરાત ટાઇટન્સે પણ 232 રન બનાવ્યા હતા, પરંતુ ટીમ લક્ષ્યથી 11 રન પાછી પડી.

ગિલે જણાવ્યુ કે ટીમે ક્યાં ભૂલ કરી?
ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ 14 બોલમાં 33 રન બનાવીને આઉટ થનારા પહેલા બેટ્સમેન હતા. મેચ સમાપ્ત થયા પછી તેમણે હારની સમીક્ષા કરી હતી. ગિલે કહ્યું કે, તેના બોલરોએ પહેલાં હાફના અંતે ઘણા બધા રન આપ્યા હતા. જ્યારે અમે બોલિંગ અને બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે અમને તકો મળતી હતી. અમે ઇનિંગ્સના છેલ્લા ભાગમાં ઘણા બધા રન આપ્યા હતા. અમે તે ત્રણ વચ્ચેની ઓવરમાં લગભગ 18 રન બનાવ્યા હતા. આ સિવાય અમે પહેલી ત્રણ ઓવરમાં વધારે રન બનાવી શક્યા નહીં. આ કારણે અમે મેચ હારી ગયા.

આ પણ વાંચોઃ કેમ થયા ચહલ-ધનશ્રીના છૂટાછેડા? કારણ છે ચોંકાવનારું

શ્રેયસ ઐયરના નામે સાંજ
કેપ્ટન શ્રેયસ ઐયર પંજાબ માટે વિજયનો હીરો હતો, જેણે ફ્રેન્ચાઇઝી માટે પહેલી જ મેચમાં 42 બોલમાં અણનમ 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શ્રેયસે વિસ્ફોટક ઇનિંગમાં નવ છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ છેલ્લી ઓવરમાં બેટિંગ કરવાની તક ન મળતાં તે આઈપીએલમાં પહેલી સદી પૂર્ણ કરી શક્યો નહીં.

શશાંકસિંહ ફરી એકવાર ચમક્યો
મોહમ્મદ સિરાજની ઓવરમાં 23 રન બનાવીને પંજાબની ઇનિંગ્સનો શાનદાર રીતે અંત લાવ્યો હતો. શશાંકે શાનદાર ઇનિંગ દરમિયાન છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

છેલ્લી ઓવરમાં 27 રનની જરૂર હતી
ગુજરાતને છેલ્લી ઓવરમાં જીતવા માટે 27 રનની જરૂર હતી, પરંતુ તેવતિયા કમનસીબે રનઆઉટ થઈ ગયો. રધરફોર્ડે સિક્સર ફટકારીને ઉત્સાહ પેદા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અર્શદીપે તેને બોલ્ડ કરીને ટીમને જીતાડી હતી.