IPLમાં ક્યારે છે ગુજરાતની મેચ? આ રહ્યું સંપૂર્ણ શેડ્યુલ

IPl 2025 Gujarat Titans Full Schedule: આઈપીએલ ચાહકો માટે શેડ્યૂલની જાહેરાત થઈ ગઈ છે. પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવાની છે. ગુજરાત ટાઇટન્સની ટીમ પહેલી મેચ પંજાબની સાથે રમશે. આવો જાણીએ ગુજરાત ટાઇટન્સનું સંપૂર્ણ શેડ્યૂલ વિશે.
આ રહ્યું શેડ્યૂલ
ગુજરાતની ટીમ 25 માર્ચે પહેલી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. જેમાં પંજાબની સાથે પોતાની પહેલી મેચ રમશે. બીજી મેચ 8 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. આ મેચ પણ અમદાવાદમાં રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ સામે તેની ત્રીજી મેચ રમશે. આ મેચ પણ મોદી સ્ટેડિયમમાં રમશે. આ પછી ચોથો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું નથી. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.
આ પણ વાંચો: પાટીદાર સમાજમાં ગામડામાં કોઈ છોકરી દેવા તૈયાર નથી: ગોરધન ઝડફિયા
IPL 2025 માં ગુજરાત ટાઇટન્સ ટીમ
શાહરૂખ ખાન , કાગીસો રબાડા, જોસ બટલર, મોહમ્મદ સિરાજ, રાશિદ ખાન, શુભમન ગિલ, સાઈ સુદર્શન, રાહુલ તેવતિયા, પ્રસિદ્ધ કૃષ્ણ, નિશાંત સિંધુ, મહિપાલ લોમરોર, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, માનવ સુથાર, વોશિંગ્ટન સુંદર, ગેરાલ્ડ કોટ્ઝી, અરશદ ખાન, ગુર્નૂર બ્રાર, શેરફેન રૂથરફોર્ડ, સાઈ કિશોર, ઇશાંત શર્મા, જયંત યાદવ, ગ્લેન ફિલિપ્સ, કરીમ જનાત.