IPL 2025: ગાયકવાડની જગ્યાએ આ ખેલાડીને આપવામાં આવી શકે છે સ્થાન

IPL 2025 ની આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. રુતુરાજ ગાયકવાડ ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યા પર મહેન્દ્ર સિંહ ધોનીને ટીમની કમાન સોંપવામાં આવી છે. હવે સવાલ તમને ચોક્કસ થતો હશે કે રુતુરાજ ગાયકવાડની જગ્યાએ કોને સ્થાન આપવામાં આવશે.
આ પણ વાંચો: સોનાના ભાવમાં ફરી વધારો, જાણો અચાનક આટલો વધારો કેમ થયો
રાહુલ ત્રિપાઠીને સ્થાન મળી શકે છે
રાહુલ ત્રિપાઠી એક ક્લાસિક બેટ્સમેન તરીકે જાણીતા છે. તેણે આ સિઝનમાં CSK માટે ત્રણ મેચ રમી છે. આ પહેલા તે કેકેઆર, રાજસ્થાન રોયલ્સ , હૈદરાબાદ, પુણે સુપર જાયન્ટ્સ તરફથી રમી ચૂક્યો છે. જે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઉપયોગી થઈ શકે છે. તેણે 98 IPL મેચોમાં કુલ 2266 રન બનાવ્યા છે, જેમાં તેણે 12 અડધી સદી પણ ફટકારી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સતત ચાર મેચ હારી ગઈ છે. હવે જો તેમને પ્લેઓફમાં પ્રવેશ કરવો હોય તો તેમણે આગામી મેચોમાં સારું પ્રદર્શન કરવું પડશે. રાહુલ ત્રિપાઠીને હવે રુતુરાજ ગાયકવાડની જગ્યાએ સ્થાન આપાવમાં આવી શકે છે.