ધોનીને ટીમમાં રાખવા CSKએ કર્યા તમામ પ્રયાસ, અંતિમ નિર્ણય BCCIનો
IPL 2025ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 31 જુલાઈના રોજ બીસીસીઆઈ અને ફ્રેન્ચાઈઝીના માલિકો સાથે બેઠક કરી હતી. જેમાં ઘણી ચર્ચા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં CSKએ 2008 થી 2021 સુધી ચાલતા જૂના નિયમનો મુદ્દો ઉઠાવ્યો છે. ટીમનો ઉદ્દેશ્ય ધોનીને જાળવી રાખવાનો અને તેને ફ્રેન્ચાઇઝી સાથે જોડવાનો છે. આ નિયમ પર અંતિમ નિર્ણય BCCI લેશે.
જૂના નિયમને લાગુ કરવાનો મુદ્દો
શું એમએસ ધોની IPL 2025 રમશે? આ સવાલની સતત ચર્ચા થઈ રહી છે. એક કાર્યક્રમમાં ધોનીએ કહ્યું હતું કે તે અને CSK 2025ની સીઝન રમવા અંગે નિર્ણય લેતા પહેલા નિયમોને આખરી ઓપ આપવા અંગેની મીટિંગની રાહ જોવામાં આવી છે. મુંબઈમાં આઈપીએલ અને દસ ફ્રેન્ચાઈઝી વચ્ચે યોજાયેલી બેઠક દરમિયાન સીએકે જૂના નિયમને લાગુ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વર્ષ 2008 થી 2021 સુધી, એવો નિયમ હતો કે જો કોઈ ખેલાડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયાને પાંચ કે તેથી વધુ વર્ષ થયા હોય, તો તેને અનકેપ્ડ ખેલાડી તરીકે વર્ગીકૃત કરાય છે. હવે CSK આ નિયમને ફરીથી લાગુ કરવામાં આવી શકે છે. જોકે મોટાભાગની ફ્રેન્ચાઈઝી આ નિયમની સાથે નથી.
આ પણ વાંચો: IND vs SL Dream11 Prediction 1st ODI: આ ખેલાડીઓને મળી શકે છે તક
CSK અનકેપ્ડ નિયમ લાગુ કરવા માંગે છે
તમને જણાવી દઈએ કે IPL ઓક્શનમાં અનકેપ્ડ પ્લેયર્સની બેઝ પ્રાઈસ ઓછી રહે છે. CSK ધોનીને જાળવી રાખવા આતુર છે. અન્ય ઘણી ફ્રેન્ચાઇઝીઓ લાંબા સમયથી નિવૃત્ત થયેલા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને અનકેપ્ડ સ્ટેટસ આપવાની તરફેણમાં ન હતી. વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.