CSKના CEOએ ધોનીને લઈને કહી આ વાત

IPL 2025 પહેલા તમામ ક્રિકેટ ચાહકોના મનમાં એક વિચાર આવી રહ્યો છે કે આગામી સિઝનમાં ધોની રમશે કે નહીં. તમને જણાવી દઈએ કે ધોની IPLની પ્રથમ સિઝનથી જ ટૂર્નામેન્ટનો ભાગ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીની કપ્તાનીમાં 5 આઈપીએલ ટાઈટલ જીત્યા છે. CSK CEOએ ધોનીને લઈને એક વાત કહી છે. આવો જાણીએ કે શું કહ્યું તેમણે.
ધોનીએ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી
ધોનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનને લઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. જે બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો અને ધોનીના ચાહકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. ધોનીએ એક મીડિયા સાથેને વાતમાં સ્પષ્ટ કરી દીધું છે કે તે આગામી IPL સિઝન પણ રમશે. છેલ્લા 3 મહિનાથી એ ચર્ચા ચાલી રહી હતી કે ધોની આગામી આઈપીએલમાં રમશે કે નહીં. આખરે આ વાતની ચર્ચાનો અંત આવ્યો છે.
આ પણ વાંચો: શરમજનક હાર બાદ રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન
ધોનીની જાહેરાત પર CSKનું નિવેદન
CSK ફ્રેન્ચાઈઝીના સીઈઓ કાસી વિશ્વનાથને એક મીડિયા સાથેની વાતમાં ધોનીને લઈને નિવેદન આપ્યું છે. વિશ્વનાથનનું આ નિવેદન ધોનીના તે નિવેદન પછી સામે આવ્યું છે. ધોનીએ કહ્યું હતું કે તેની કારકિર્દીના બાકીના કેટલાક વર્ષોમાં ક્રિકેટનો આનંદ માણવા માંગે છે. ધોનીનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફ્રેન્ચાઈઝી ટૂંક સમયમાં જ તેના અંતિમ નિર્ણયને લઈને જાહેરાત કરશે. વિશ્વનાથને એ વાતની પુષ્ટિ કરી કે ધોની આગામી દિવસોમાં ફ્રેન્ચાઈઝીના માલિક એન શ્રીનિવાસનને બોલાવવામાં આવશે.