IPL 2025: ઓરેન્જ કેપની રેસમાં છે આ 5 બેટ્સમેન, મોહમ્મદ સિરાજ પર્પલ કેપની છે ખૂબ નજીક

IPL 2025માં અત્યાર સુધીમાં 19 મેચ રમાઈ છે. 10 ટીમ ટાઈટલ માટે હરિફાઈ કરી રહી છે. ત્યારે ખેલાડીઓ વચ્ચે ઓરેન્જ કેપ અને પર્પલ કેપ જીતવા માટે પણ ચાલી રહી છે. ઓરેન્જ કેપ લખનૌ સુપર જાયન્ટ્સના નિકોલસ પૂરન પાસે છે અને પર્પલ કેપ ચેન્નાઈ સુપર કિંગ્સના નૂર અહેમદ પાસે છે. પર્પલ કેપ ચેન્નાઈ સુપર કિંગ્સના નૂર અહેમદ પાસે છે. પરંતુ આ ગમે ત્યારે બદલાઈ શકે છે.
પર્પલ કેપની વાત કરીએ તો, હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો નૂર અહેમદ 10 વિકેટ સાથે ટોચ પર છે. ગુજરાત ટાઇટન્સના મોહમ્મદ સિરાજે પણ ચાર મેચમાં 9 વિકેટ લીધી છે. તે નૂરથી ફક્ત એક વિકેટ પાછળ છે. દિલ્હી કેપિટલ્સનો મિશેલ સ્ટાર્ક પણ પર્પલ કેપની રેસમાં છે. તેણે માત્ર ત્રણ મેચમાં 9 વિકેટ લીધી છે.
આ પણ વાંચો: SRHની સૌથી મોટી તાકાત હતા આ ખેલાડીઓ, હવે કાવ્યા મારનનો ભરોસો તોડી નાખ્યો
આ 5 બેટ્સમેન ઓરેન્જ કેપની રેસમાં છે
લખનૌ સુપર જાયન્ટ્સના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરન હાલમાં યાદીમાં પહેલા સ્થાન પર છે. તેણે 4 મેચમાં 201 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી 18 ચોગ્ગા અને 16 છગ્ગા લગાવ્યા છે.આ સિઝનમાં સાઈ સુદર્શનનો એક અલગ અવતાર જોવા મળ્યો છે. તે ગુજરાત ટાઇટન્સ માટે સતત રન બનાવી રહ્યો છે. સુદર્શનના બેટે 47.75 ની સરેરાશથી 191 રન બનાવ્યા છે. સુદર્શને 150.39ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.મિશેલ માર્શે પણ આ સિઝનમાં અત્યાર સુધી લખનૌ સુપર જાયન્ટ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ચાર મેચમાં 46.00 ની સરેરાશથી 184 રન બનાવ્યા છે.જોસ બટલરે અત્યાર સુધીમાં 55.33 ની સરેરાશથી 166 રન બનાવ્યા છે. ગુજરાત ટાઇટન્સનો આ વિસ્ફોટક બેટ્સમેન IPL 2025માં ત્રીજા નંબરે રમી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ પણ ઓરેન્જ કેપના દાવેદારોમાં સામેલ છે.