December 23, 2024

IPL 2024: આ છે ટુર્નામેન્ટનો સૌથી યુવા ખેલાડી, નામ જાણીને ચોંકી જશો

અમદાવાદ: IPL 2024નું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. તારીખ 22 માર્ચથી શરૂ થનારી ટુર્નામેન્ટ જોવા ક્રિકેટ ચાહકો રાહ જોઈને બેઠા છે. પહેલી મેચ ચેન્નઈ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગેલુરૂ વચ્ચે રમાવાની છે.આ ટુર્નામેન્ટ એટલા માટે ખાસ છે કારણ કે, આ ટુર્નામેન્ટની મેચમાં ઉમરલાયક ખેલાડીઓની સાથે નવા યુવા ખેલાડીઓને રમવા માટેની પણ તક મળી રહે છે. ક્યારેક કલ્પના પણ ન હોય એવો યુવા ખેલાડી સમગ્ર મેચનું પાસું પલટી નાંખે છે. ગત સીઝનમાં રિંકુસિંહે કમાલ કરી હતી. 5 સિક્સ મારીને મેચનું ચિત્ર બદલ્યું હતું.

સૌથી મોટી ઉમરનો ખેલાડી
કેટલાક ખેલાડીઓ એવા હોય છે જે દરેક સીઝનમાં જોવા મળે છે. જેમાં વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની પહેલા ક્રમે છે. જોકે, હકીકત એ છે કે, સૌથી વધુ ઉમરના ખેલાડી તરીકે મહેન્દ્રસિંહ ધોનીનું નામ લેવાયું છે. હાલ તે 42 વર્ષનો છે. પહેલી સીઝનથી લઈને હાલની સીઝન સુધી તે દરેક ટુર્નામેન્ટમાં જોવા મળ્યો હતો. આ લાંબી યાત્રામાં તેણે ચેન્નઈ સુપરકિંગ્સને ચેમ્પિયન બનાવી છે. જ્યારે ટુર્નામેન્ટના રેકોર્ડની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં તેમણે 250 જેટલી મેચ રમી છે. જ્યારે 5000થી વધારે રન કર્યા છે. કેપ્ટન કુલે 24 હાફ સેન્ચુરી ફટકારી છે. જ્યારે વિકેટની પાછળથી 180 ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા છે.

સૌથી યુવા ખેલાડી
સૌથી યુવા ખેલાડીની વાત કરવામાં આવે તો અંગકુષ રઘુવંશી ટુર્નામેન્ટનો સૌથી યુવા ખેલાડી છે. જેનો જન્મ વર્ષ 2005માં દિલ્હીમાં થયો હતો. આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સે એમને 20 લાખમાં ખરીદ્યો છે. 2022માં તે સાઉથ આફ્રિકામાં રમાયેલી અંડર 19 મેચમાં ક્રિકેટ વર્લ્ડકપ રમી ચૂક્યો છે. તેમણે ભારત માટે એ સમયે સૌથી વધારે રન કર્યા હતા. 6 મેચમાં 278 રન કરીને તેમણે પોતાના કૌશલ્યના વાવટા ફરકાવી દીધા છે. જેમાં એક હાફ સેન્ચુરી અને એક સેન્ચુરીનો સમાવેશ થાય છે.